Gujarat Exclusive > દેશ-વિદેશ > કેરળમાં નિપાહ વાયરસની દહેશત, તંત્ર એલર્ટ

કેરળમાં નિપાહ વાયરસની દહેશત, તંત્ર એલર્ટ

0
236

કેરળમાં એક વખત ફરીથી જીવલેણ નિપાહ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને પગલે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, પૂણે વિરોલૉજી લેબોરેટરીથી પ્રાપ્ત યુવકના રિપોર્ટમાં વાયરલની જાણ થઈ છે. 23 વર્ષનો આ કોલેજનો વિદ્યાર્થી કોચ્ચિના એર્નાકુલમમો રહેવાશી છે. જણાવી દઈએ કે, ગત વર્ષે નિપાહ વાયરસના કારણે કેરળમાં 17 લોકોના મોત નીપજ્યા હતા. આ કેસ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

મંગળવારે ખુદ સ્વાસ્થ્ય મંત્રીએ નિપાહ વાયરસની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીમાં નિપાહ વાયરસ મળ્યા બાદ અમે વધારાની સાવધાની રાખી રહ્યાં છીએ.

જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
જણાવી દઈએ કે, અગાઉ એર્નાકુલમના જિલ્લા કલેક્ટર મોહમ્મદ વાય. સફિરૂલ્લાને ચેપની વાતને રદિયો આપતા જણાવ્યું કે, હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો. આથી ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, જો તપાસ બાદ નિપાહની જાણ થશે, તો સત્તાવાર રીતે લોકોને સૂચિત કરવામાં આવશે અને તેનો પ્રસારને નિયંત્રિત કરવા માટે આવશ્યક સાવધાની રાખવામાં આવશે.

નિપાહ વાયરસ વિશે વિગત
નિપાહ વાયરસને NiV ઈન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ બીમારીના લક્ષણોની વાત કરવામાં આવે તો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, માથામાં દુખાવો, ચક્કર આવવા વગેરેનો સમાવેશ થાય છે. આ ઈન્ફેક્સનથી પીડિત દર્દીને જો તરત સારવાર ના મળે, તો 48 કલાકની અંદર જ તેનું મોત થઈ શકે છે. ગત વર્ષે આ બીમારીએ કેરળમાં ક્હેર વર્તાવ્યો હતો અને જેના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા.

ચામાચીડિયાથી ફેલાય છે વાયરસ
ડૉક્ટરોનું માનીએ તો, આ વાયરસ ખુબ ઝડપથી ફેલાય છે અને મોટાભાગના કેસોમાં દર્દીનું મોત નીપજે છે. એક ખાસ પ્રકારના ચામાચીડિયા જેને ફ્રૂટ બેટ કહે છે, તે મુખ્યરૂપથી ફળ કે ફળના રસનું સેવન કરે છે. તેના દ્વારા નિપાહ વાયરસ ફેલાય છે. નિપાહ વાયરસ ચેપી રોગ છે.

48 કલાકમાં કોમામાં
આ રોગના ઈન્ફેક્શનથી પીડિત દર્દીને તરત સારવાર ના મળે, તો 48 કલાકની અંદર દર્દી કોમામાં જઈ શકે છે. WHOનું માનીએ તો, આ વાયરસથી લડવા માટે હજુ સુધી કોઈ દવા વિક્સીત કરવામાં આવી નથી. આ ઉપરાંત આ વાયરસના દર્દીને ઈન્ટેસિવ સપોર્ટિવ કેર આપીને સારવાર કરી શકાય છે.

કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને તમામ સહાયની ખાતરી
નિપાહ વાયરસની જાણ થયા બાદ, દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં હેલ્થ સેક્રેટરી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિપાહ વાયરસના જોખમનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવી. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે, કેરલમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ સોમવારે જ 6 અધિકારીઓની ટીમને કેરળ મોકલવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને તમામ સહાયતા પૂરી પાડવામાં આવશે.