Gujarat Exclusive > ગુજરાત > પોપ્યુલર બિલ્ડર: દહેજ માંગણી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પતિ મૌનાગ પટેલના જામીન મંજુર કર્યા

પોપ્યુલર બિલ્ડર: દહેજ માંગણી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પતિ મૌનાગ પટેલના જામીન મંજુર કર્યા

0
82

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પુત્ર મૌનાગ પટેલની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી દહેજ માંગણી અને માનસિક ત્રાસ કેસમાં ગુજરાત હાઈકોર્ટે દ્વારા આરોપી પતિ મૌનાગ પટેલના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

અરજદાર – આરોપીના વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે ફરિયાદી પત્ની દ્વારા બનાવના બે સપ્તાહ પછી આરોપીઓ સામે FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી પત્ની ફિઝુ પટેલના નિવેદનના આધારે આરોપી પતિ અને અન્ય આરોપીઓ સામે IPCની કલમ 307 ઉમેરવામાં આવી છે. અરજદારે બળજબરીપૂર્વક ફરિયાદી પત્ની પાસેથી કેટલાક દસ્તાવેજ પર સહી કરવી લીધી નથી.

ફરિયાદી પત્ની દ્વારા મોટાભાગના આક્ષેપ સસરા રમણ પટેલ સામે છે, જ્યારે તેના પતિની ભૂમિકા માત્ર ઉશ્કેરણી પૂરતી હોવાની તેમના એડવોકેટ તરફે દલીલ કરાઈ હતી.

આ સામે સરકારી વકીલ તરફે દલીલ કરાઈ હતી કે આરોપી પતિ ગુનામાં તેના પિતા અને કાકા સાથે સહ-ભાગીદાર હતો. ફરિયાદીના સસરાએ તેને ધમકીઓ આપી હતી. પોલીસ ફરિયાદ બાદ ફરિયાદી અને તેની માતાને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે આરોપી પતિ મૌનાગ પટેલના 10 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજુર કર્યા છે. કોર્ટે પર્સનલ બોન્ડની રકમ ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: શીતલ આઇસ્ક્રીમનો માલિક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસના સકંજામાં ધરાયો

 શુ છે સમગ્ર કેસ

આરોપી અને ફરિયાદીની પુત્રીના જન્મ દિવસ નિમિત્તે સાસરિયાઓએ ફરિયાદીને તેના પિતાના ઘરેથી કઈ લાવી ન હોવાના ટોના માર્યા બાદ તેને ગાળ આપવામાં આવી હતી.

ફરિયાદી પત્નીએ જયરે તેના પતિને ગાળો બોલતા અટકાવવનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેના પતિએ તેને ચહેરા પર 6 થી 7 લાફા માર્યા અને નાક પર મુકો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજદાર અને અન્ય આરોપી પર ફરિયાદી અને તેની માતાને ઘરથી કાઢી મૂકી અને જો પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9