Gujarat Exclusive > રાજનીતિ > અત્યાર સુધીની સૌથી મોંઘી 2019ની લોકસભા ચૂંટણી રહી

અત્યાર સુધીની સૌથી મોંઘી 2019ની લોકસભા ચૂંટણી રહી

0
328

લોકસભા ચૂંટણી 2019 સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ આ ચૂંટણી સાથે સંકળાયેલા આંકડા જોઈને તમે ચોંકી જશો. 2019ની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે. 7 તબક્કામાં અને 75 દિવસો સુધી ચાલેલ આ ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અનુમાન એક ખાનગી થિન્ક ટેન્ક સેન્ટર ફૉર મીડિયા સ્ટડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

સેન્ટર ફૉર મીડિયા સ્ટડી (CMS)ની સ્ટડીના જણાવ્યા અનુસાર, આ ચૂંટણી દરમિયાન એક મત પાછળ અંદાજે 700 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો લોકસભા વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો. આ ચૂંટણીમાં તમામ લોકસભા વિસ્તારમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

CMSના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં આ વખતે બેવડો વધારો નોંધાયો છે. આ રીતે ભારતની 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી થઈ ગઈ છે. CMSનો દાવો છે કે, આ અત્યાર સુધીની વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી છે.

આ રિપોર્ટને ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર દિલ્હીમાં રજૂ કરવામાં આવી. આ દરમિયાન દેશના પૂર્વ ચૂંટણી કમિશ્નર એસ.વાય. કુરેશી પણ હાજર રહ્યાં હતા.

રિપોર્ટ અનુસાર, ક્યાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો
12 થી 15 હજાર કરોડ રૂપિયા મતદાતાઓ પાછળ ખર્ચ
20 થી 25 હજાર કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચ
5 થી 6 હજાર કરોડ રૂપિયા લૉજિસ્ટિક પાછળ ખર્ચ
10 થી 12 હજાર કરોડ રૂપિયા ઔપચારિક ખર્ચ
જ્યારે 3 થી 6 હજાર કરોડ રૂપિયા અન્ય મુદ્દે ખર્ચ કરવામાં આવ્યા છે. આ તમામ રકમનો સરવાળો કરવામાં આવે, તો 55 થી 60 હજાર કરોડ રૂપિયા સુધી આંકડો પહોંચે છે.

અત્રે એ જાણવું પણ જરૂરી છે કે, ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત ખર્ચની માન્ય સીમા માત્ર 10 થી 12 હજાર કરોડ રૂપિયા જ હતી.

CMSએ આ રિપોર્ટને ચૂંટણી ખર્ચ: 2019ની ચૂંટણીના નામે જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 1998થી લઈને 2019 સુધી અંદાજે 20 વર્ષના ગાળામાં ચૂંટણી ખર્ચમાં 6 થી 7 ગણો વધારો થયો છે. 1998માં ચૂંટણી ખર્ચ અંદાજે 9 હજાર કરોડ રૂપિયા હતો, જે હવે વધીને 55 થી 60 હજાર કરોડ રૂપિયા પહોંચ્યો છે.