ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં રોકાણ કરવા માગતા ઉદ્યોગપતિઓ માટે રસ્તો ખૂબ જ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારે IIT અને IIM સહિત દેશ અને વિદેશની ટોચની સંસ્થાઓમાંથી સ્નાતકોને શોર્ટલિસ્ટ કર્યા છે જે રોકાણકારો અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે કડી તરીકે કામ કરશે.
Advertisement
Advertisement
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને “ઉદ્યામી મિત્ર” નામ આપવામાં આવ્યું છે અને તેઓ આગામી મહિનાથી દરેક જિલ્લામાં તેમજ મુખ્યાલયમાં તૈનાત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના અધિકારીઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સરકારે આવા 105 વ્યાવસાયિકોની ભરતી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને મુખ્યમંત્રી આદિત્યનાથ 26 મેના રોજ તેમને નિમણૂંક પત્રો સોંપે તેવી શક્યતા છે.
ઉદ્યોગસાહસિક મિત્રોનું કામ શું રહશે?
ઉદ્યમી મિત્રનું પ્રાથમિક કાર્ય ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ માટે મંજૂરી મેળવવામાં મદદ કરવાનું તેમના એકમો સ્થાપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને ઓફર પર સરકારી પ્રોત્સાહનો વિશે માહિતી આપવાનું રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મોટા પ્રોજેક્ટ્સ માટે અલગ ઉદ્યોમી મિત્રની નિમણૂંકોની સાથે-સાથે નોડલ ઓફિસર પણ નિયુક્ત કરવાની શક્યતા છે.
સ્નાતકોની ભરતીનો ઉદ્દેશ્ય આ વર્ષની શરૂઆતમાં આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન મળેલી રૂ. 35,000 લાખ કરોડની મૂડીરોકાણ દરખાસ્તોના ઝડપી અમલીકરણનો છે. અધિકારીઓએ કહ્યું કે તેઓ જિલ્લા સ્તરે ઉત્તર પ્રદેશ ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવનો ચહેરો બનશે.
કોણ કરી શકે છે અરજી ?
નોકરી માટે અરજી કરવા માટેના માપદંડમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે એમબીએની ડિગ્રી તેમજ હિન્દી અને અંગ્રેજી બંનેમાં ફ્લુઅન્સી હોવું જરૂરી છે અને ઉંમર ન્યૂનતમ 25 વર્ષ અને મહત્તમ 40 વર્ષ રાખવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને 105 જગ્યાઓ માટે લગભગ 1,387 અરજીઓ મળી હતી જેમાંથી 709 ઉમેદવારોએ કમ્પ્યુટર ક્ષમતાની પરીક્ષા આપી હતી. કસોટી અને ઇન્ટરવ્યુ પછી અંતિમ પસંદગી કરવામાં આવે છે જેમાં 87 પુરુષ ઉમેદવારો અને 18 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, “પસંદ કરાયેલ ઉમેદવારો IIM-લખનવ, IIM-ઇન્દોર, IIIT-અલાહાબાદ, IIT-ગ્વાલિયર, BHU, BIT મેસરા, નરસી મોંજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, IMT-નાગપુર અને કેટલીક વિદેશી યુનિવર્સિટીઓમાંથી પણ પસંદ કરેલ છે.
આ 105 ઉમેદવારોમાંથી 70 જિલ્લા સ્તરે 25 રાજ્યના મુખ્ય મથક પર પોસ્ટ કરવામાં આવશે. જ્યારે અન્ય 10 ઈન્વેસ્ટ યુપી ઓફિસમાં તમામ સ્તરે ઉદ્યોગપતિઓને સુવિધા આપવા માટે પોસ્ટ કરવામાં આવશે.
Advertisement