પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. સુકાંત મજુમદારે કહ્યું, ‘તમે (મમતા બેનર્જી) વિપક્ષી ગઠબંધન I.N.D.I.A નો ભાગ છો પરંતુ ભારત તમારી સાથે નથી. દેશ વડાપ્રધાન મોદીની સાથે છે. વાસ્તવમાં, તાજેતરમાં જ મમતા બેનર્જીએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની વિદાય નિશ્ચિત છે અને પીએમ મોદી પાસે વડાપ્રધાન તરીકે માત્ર છ મહિના બાકી છે.
Advertisement
Advertisement
બીજેપી પ્રદેશ અધ્યક્ષે CAA વિશે આ વાત કહી
સુકાંત મજુમદારે CAA (Citizenship (Amendment) Act, 2019) ના અમલ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘CAA અમલી થઈને જ રહેશે અને મમતા બેનર્જી તેને રોકી શકશે નહીં. બંગાળના લોકો તમારા ભ્રષ્ટાચાર વિશે જાણે છે અને આવનારા સમયમાં તમને સત્તામાંથી દૂર કરવા માટે મતદાન કરશે.’
મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધ્યું
અગાઉ, કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં મમતા બેનર્જી ઇમામોને અલગ-અલગ મળ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે ધર્મને રાજનીતિ સાથે સાંકળવો જોઈએ નહીં. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ‘તેમને બીજેપીની ચિંતા નથી અને કોઈ પણ ધર્મ અન્ય ધર્મો સાથે ન લડાઈ – ઝઘડા ન કરે તે તેઓ સુનિશ્ચિત કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે ‘મેં રમઝાન મહિનામાં રોજા રાખ્યા હતા તો તેમણે મારી તસવીરની મજાક ઉડાવી હતી. ભાજપે મારું નામ પણ બદલી નાખ્યું હતું. પરંતુ, મને કોઈ ફરક નથી પડતો.
બંગાળમાં રમખાણો વિશે વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું, ‘હિંદુઓ તોફાનો નથી કરાવતા અને લઘુમતીઓ પણ રમખાણો નથી કરતા’. પરંતુ તેઓ (ભાજપ) ભગવા રંગનો ઉપયોગ કરીને રમખાણો કરાવે છે. બંગાળના સીએમએ વધુમાં કહ્યું કે તેઓ ભાજપને રાજ્યમાં NRC લાગુ કરવા દેશે નહીં, તેઓ એજન્સીઓથી ડરતા નથી.
ઈમામો, પુરોહિતોના માસિક ભથ્થામાં વધારો
મમતા બેનર્જીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે ઈમામો અને હિન્દુ ધર્મગુરુઓના માસિક ભથ્થામાં 500 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જીએ નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં તેની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ હવે બંગાળમાં ઈમામોને માસિક ભથ્થા તરીકે 3000 રૂપિયા અને મુઆઝિનોને 1500 રૂપિયા અને પુરોહિતોને પણ 1500 રૂપિયા મળશે.
Advertisement