છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ગઈકાલે જ્યારે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા ત્યારે EDએ તેમના રાજકીય સલાહકાર વિનોદ વર્માના ઘરે દરોડા પાડ્યા હતા. આ સિવાય EDએ મુખ્યમંત્રી બઘેલના OSD આશિષ વર્મા અને મનીષ બંછોરના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. EDના દરોડા બાદ વિનોદ વર્માએ તપાસ એજન્સી પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ દરોડો નહીં પરંતુ લૂંટ હતી.
Advertisement
Advertisement
દરોડા પછી મીડિયા સાથે વાતચીત કરતાં, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાજકીય સલાહકાર વિનોદ વર્માએ કહ્યું કે EDનો “કહેવાતો” દરોડો એક લૂંટ હતો. મારા ઘરમાં જે પણ સામાન હતો તેના મેં પુરાવા, દસ્તાવેજો અને સ્ત્રોત આપી દીધા. પરંતુ તેમ છતાં પણ EDને લાગ્યું કે સૂત્રો સ્પષ્ટ નથી. મારા ઘરમાંથી મળેલા સોનાના તમામ બિલ મેં રજૂ કરી દીધાં છે. છતાં સોનું ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું તે ચકાસવા માટે કોઈ નક્કર પુરાવા ન હોવાનું કહીને EDએ તમામ સોનું લઈ લીધું હતું. તેઓ આઈપીસી અને સીઆરપીસીને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યાં છે.
EDની આ કાર્યવાહી અંગે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે જ્યારે રાયપુરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ત્યારે પણ EDએ સતત ત્રણ દિવસ સુધી કાર્યક્રમના સંચાલનમાં સામેલ અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. મારો જન્મદિવસ હતો અને EDએ મારા કામકાજની સંભાળ રાખતાં OSDને ત્યાં પર દરોડા પાડ્યા છેમારા રાજકીય સલાહકારને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમણે ગંભીર રીતે બીમાર મારા એક કૌટુંબિક મિત્રને પણ છોડ્યો ન હતો. તેની પત્ની પણ બીમાર છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મને જન્મદિવસની આ ભેટ આપી છે, હું તેમનો આભાર માનું છું. ભાજપ હારી ગયું છે, ED અને IT ચૂંટણી લડી રહ્યાં છે, તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે વિનોદ વર્માના નિવાસસ્થાન પર દરોડા અંગે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જે રીતે ભારત સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો દુરુપયોગ કરી રહી છે, તેઓ EDને પોતાની ચૂંટણી ટીમ બનાવી રહી છે. અમે જાણીએ છીએ કે તેઓ જ્યાં ચૂંટણી યોજાવાની છે એવા રાજ્યોને નિશાન બનાવશે. કર્ણાટકમાં પણ તેમણે આવું જ કર્યું હતું. આ બધી બાબતોથી લોકો હવે ખૂબ નારાજ છે. લોકોની સામે ભાજપના એજન્ડાનું સ્પષ્ટ ચિત્ર છે. અમે તેની ચિંતા કરતાં નથી, અમે 75 બેઠકો પર જંગી જીત મેળવીશું.
Advertisement