કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે તેમને એક વખત કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરવામાં આવી હતી. તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘હું કોંગ્રેસમાં જોડાવા કરતાં કૂવામાં કૂદી પડું’. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લાં નવ વર્ષમાં બમણું કામ કર્યું છે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્રના ભંડારામાં નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શુક્રવારે એક સભાને સંબોધતા ગડકરીએ ભાજપ માટે કામ કરવાના તેમના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા અને ભાજપની સફર વિશે વાત કરી હતી. આ ઉપરાંત, તેમણે કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકરે આપેલી ઓફરને પણ યાદ કરી હતી.
નીતિન ગડકરીએ કહ્યું, જિચકરે મને એકવાર કહ્યું હતું કે તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો અને જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ હશે. પરંતુ મેં તેમને કહ્યું કે, હું કોંગ્રેસમાં જોડાવા કરતાં કૂવામાં કૂદી પડવાનું વધારે પસંદ કરીશ. મેં તેમને કહ્યું કે હું ભાજપ અને તેની વિચારધારામાં દ્રઢપણે વિશ્વાસ રાખું છું અને તેના માટે કામ કરતો રહીશ.
આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે કામ કર્યું તે સમયને યાદ કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે મારામાં મૂલ્યો કેળવવા માટે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આભારી છું. કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વધુમાં કહ્યું કે, પાર્ટીમાં તેની સ્થાપના બાદ ઘણી વખત ભંગાણ થયું છે.
Advertisement