છેલ્લા એક મહિનાથી કર્ણાટકની ચૂંટણી પર આખા દેશની મિટ મંડાયેલી છે. ભાજપ , કોંગ્રેસ અને જેડીએસના ત્રિશંકુ વચ્ચે કોણ મેદાન મારશે તે આજે સવારથી મતગણતરીથી જ ખ્યાલ આવશે. આમ તો મોટા ભાગની ચૂંટણીમાં આવનારા પરિણામની પહેલા ત્રણ કલાકમાં જ ભાવિ સરકારની અસરો વર્તાઈ જાય છે. તેમ છતાં આખરી પરિણામ સુધી એ જોવાનું રહ્યું કે ખરેખર કોની સરકાર બને છે. મોટા ભાગના એક્ઝિટ પોલે કોંગ્રેસની આગળ રહેશે અને ભાજપ બીજા નંબરે રહેશે એવું અનુમાન લગાવ્યું છે. કર્ણાટક ચૂંટણીમાં હિજાબ, ટીપુ સુલતાન, સાંપ્રદાયિક હિંસા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓની આજુબાજુ રહીને કર્ણાટકની જનતાએ શું નક્કી કર્યું છે એ આજે હમણાં થોડીવારમાં પ્રદર્શિત થશે.
Advertisement
Advertisement
કર્ણાટકના રાજકારણમાં જે ઘટનાઓની અસર રહી છે તેમાં ઉડુપી હિજાબનો વિવાદનું મહત્ત્વ જનમાનસ પર રહ્યું હતું. એ પછી મેલકોટ, જ્યાં ટીપુ સુલતાનના આદેશ પર 800 બ્રાહ્મણોને મારી નાખવામાં આવ્યા હોવાનો દાવો કરીને આખી વાતને રાજકીય તખ્તા પર ચર્ચવામાં આવી હતી. શ્રીરંગપટનમ, જ્યાં જામિયા મસ્જિદ હનુમાન મંદિરને તોડીને ટીપુ સુલતાન દ્વારા બનાવવામાં આવી હોવાનો દાવો પણ ખૂબ ચર્ચાસ્પદ રહ્યો હતો. દક્ષિણનું અયોધ્યા ગણાતા રામનગરમાં ભાજપ સરકારે રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો છે પણ જનતાનો તેમાં કેવો પ્રતિકાર હશે તે આજે ચૂંટણીના પરિણામથી ખ્યાલ આવશે. શિવમોગાની હત્યા અને બેલ્લારીનું માઈનિંગ કૌંભાડ પણ કર્ણાટકમાં ખાસ્સુ ચર્ચાસ્પદ રહ્યું છે.
આ વખતે કર્ણાટકની 224 સીટો પર 73.19% મતદાન થયું છે. 10માંથી 5 એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. પોલ ઓફ પોલ્સ અનુસાર ભાજપને 91, કોંગ્રેસને 108, જેડીએસને 22 અને અન્યને 3 સીટો મળવાની ધારણા છે. ગત ચૂંટણી કરતાં કેટલીક સીટો પર બદલાવ આવે તેવી ચોક્કસ શક્યતાઓ છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એડીચોટીની હરીફાઈ આ ચૂંટણીમાં દેખાઈ રહી છે. કર્ણાટકની પ્રજાને કળવી મુશ્કેલ છે કારણ કે કશું સ્પષ્ટ દેખાતું નથી અને લોકો પરિણામ જાણીને જ નક્કી કરી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ સામે અનેક ભાષણો કરીને કર્ણાટકની જનતાને પ્રભાવિત કરી છે. ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીના સાંસદ પદમાંથી રદ્દ થવાની ઘટનાની અસર પણ આ ચૂંટણીમાં કેવી પડશે તે માટે પણ અનેક રાજનીતિજ્ઞો જોઈ રહ્યા છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પછીની આ ચૂંટણીમાં જનતા પર શું પ્રભાવ પડે છે તે પણ સાંજ સુધીમાં ખ્યાલ આવી જશે.
Advertisement