કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ બનશે તે પ્રશ્નનો જવાબ હવે લગભગ સામે આવી ગયો છે. સતત બેઠકો બાદ હવે સૂત્રો જણાવી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયાના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ આવતીકાલે બપોરે શપથ લઈ શકે છે.
Advertisement
Advertisement
આ પહેલા આજે (17 મે) સિદ્ધારમૈયા રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે સાંજ સુધીમાં ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે. સિદ્ધારમૈયા બાદ હવે ડીકે શિવકુમાર પણ રાહુલ ગાંધીને મળવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.
ભાજપે સવાલ ઉઠાવ્યો કે ‘વિલંબ શા માટે? કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર
જ્યારે ભાજપે વારંવાર મુખ્યમંત્રી નક્કી કરવામાં વિલંબ પર સવાલ ઉઠાવ્યા ત્યારે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાજપે ચૂંટણી જીત્યાના ઘણા બધા દિવસો બાદ ઉત્તર પ્રદેશ અને આસામમાં પોતાના મુખ્યમંત્રીઓની ઘોષણા કરી હતી, ત્યારે તેમને વિલંબ કેમ દેખાઇ રહ્યો નહતો?
કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો, “2017ની યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામો 11 માર્ચે આવ્યા. યોગી જીને 19મી માર્ચે 8 દિવસ પછી સીએમ બનાવવામાં આવ્યા હતા. 2021ની આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 મેના રોજ આવ્યા હતા અને હિમંતા બિસ્વા સરમાને 10 મેના રોજ 7 દિવસ પછી સીએમ બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આવા ઘણા ઉદાહરણો છે.
આ પહેલા ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે જો તમારે સર્કસ જોવું હોય તો કોંગ્રેસને કર્ણાટકમાં મુખ્યમંત્રી ચૂંટતી જુઓ.
Advertisement