લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું મહિલા અનામત બિલ પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં સર્વાનુમતે પસાર થયું હતું. રાજ્યસભામાં આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં એક પણ વોટ પડ્યો ન હતો. રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થયા બાદ હવે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરીથી આ બિલ ‘નારી શક્તિ વંદન કાયદો’ બની જશે. દરમિયાન, BRS MLCના કે કવિતાએ ભાજપ પર નિશાન સાધતા જોરદાર પ્રહાર કર્યા છે. શાસક પક્ષ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓના દબાણને કારણે ભાજપે આ બિલ પાસ કર્યું છે.
Advertisement
Advertisement
વિરોધ પક્ષોના દબાણને કારણે બિલ પાસ થયું
મહિલા અનામત બિલ વિષે મીડિયા સાથે વાત કરતાં BRS MLCના કવિતાએ કહ્યું કે આ ભાજપ તરફથી કોઈ ભેટ નથી, પરંતુ અન્ય પાર્ટીઓના દબાણની અસર છે, જેના કારણે ભાજપાએ આ બિલ પાસ કરવું પડ્યું. તેમણે વધુમાં કહ્યું, ‘ઓબીસી મહિલાઓને આમાં સામેલ કરવામાં આવી નથી, જેના કારણે આપણે સૌ દુઃખી છીએ. તેનો ઝડપથી અમલ કેમ થતો નથી એ વાતનું પણ અમને દુ:ખ છે.
ઈન્ડિયા ગઠબંધનને નિશાન બનાવ્યું
રાષ્ટ્રીય રાજકારણમાં બીઆરએસની ભૂમિકા વિશે જ્યારે કે કવિતાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આજે જે ઈન્ડિયા ગઠબંધન છે તે કાલે પણ રહેશે તેની કોઈ ગેરંટી નથી. લોકસભાની ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણી અને બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉભો થશે, ત્યાર બાદ પરિસ્થિતિ સાવ અલગ થઈ જશે.
બીઆરએસ એમએલસીના કે કવિતાએ વધુમાં કહ્યું, ‘જ્યારે ચૂંટણી પરિણામો આવશે, ત્યારે પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હશે. ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં ચૂંટણી પહેલા બનેલા ગઠબંધન બહુ સફળ થઈ શક્યા નથી. તેથી અમે રાહ જોઈશું. BRS એ એજન્ડા સાથેનો રાષ્ટ્રીય પક્ષ છે. આ તેલંગાણામાં અલગ અને કર્ણાટકમાં અલગ એજન્ડા ધરાવતી કોંગ્રેસ નથી.
ભાજપની ખામીઓ ગણાવી
ભાજપની ખામીઓ ગણાવતા કે. કવિતાએ કહ્યું કે દક્ષિણનું રાજકારણ સાવ અલગ છે. અહીંના લોકો હંમેશા એ જુએ છે કે કઈ પાર્ટી તેમના વિસ્તારના મુદ્દા ઉઠાવે છે અને તેથી જ અહીં પરિણામ અલગ છે. ભાજપે તેના 10 વર્ષના કાર્યકાળમાં તેલંગાણા માટે કંઈ કર્યું નથી. તેથી ભાજપને તેલંગાણામાં પણ કર્ણાટકની જેમ નકારાત્મક પરિણામ મળશે.
Advertisement