મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથ બન્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને ભાજપ-શિવસેના (શિંદે જૂથ) વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. ઉદ્ધવ જૂથના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાજ્યના રાજકીય ખળભળાટને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવીને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ એક વિચિત્ર માગણી કરી છે.
Advertisement
Advertisement
સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસને એક પત્ર લખ્યો છે. સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં કહ્યું છે કે 20 જૂનને ‘વિશ્વ દેશદ્રોહી દિવસ’ તરીકે માન્યતા આપવી જોઈએ. રાઉતે કહ્યું કે 21 જૂનને જેમ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તે જ રીતે 20 જૂનને ‘વિશ્વ દ્રોહી દિવસ’ તરીકે મનાવવો જોઈએ.
સંજય રાઉતે પત્રમાં શું લખ્યું?
શિવસેના સાંસદે પોતાના પત્રમાં લખ્યું છે કે, હું આ પત્ર 20 જૂનને વિશ્વ દ્રોહી દિવસ તરીકે મનાવવાની અપીલ સાથે લખી રહ્યો છું. મારી પાર્ટી શિવસેના (UBT)નું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે અને તેઓ મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે. સંજય રાઉતે આગળ લખ્યું કે ’20 જૂન, 2022ના રોજ ભાજપના ખોળામાં બેઠેલા એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે પક્ષ સામે બળવો કર્યો હતો. તમામ ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયા મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારને તોડી પાડવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. એકનાથ શિંદેના નેતૃત્વમાં 40 ધારાસભ્યોએ અમારી પીઠ પાછળ હુમલો કર્યો. તેમની સાથે 10 અપક્ષ ધારાસભ્યો પણ હતા.
અગાઉ 19 જૂને શિવસેનાનો 57મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. શિવસેનામાં વિભાજન બાદ શિંદે જૂથને પાર્ટીનું નામ અને ચિહ્ન ‘તીર-ધનુષ’ ફાળવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથનું નામ બદલીને શિવસેના (UBT) કરવામાં આવ્યું છે.
Advertisement