પંજાબ પોલીસે ગુરુવારે સવારે કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાના ચંદીગઢના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને 2015ના જૂના ડ્રગ્સ કેસના સંબંધમાં તેમની અટકાયત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આ કેસમાં કાર્યવાહી કરવામાં થયેલા વિલંબ બદલ પંજાબની ‘આપ’ સરકારની ટીકા કરી છે અને પ્રશ્ર ઉઠાવ્યો છે.
Advertisement
Advertisement
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ગુરુવારે પંજાબ પોલીસ દ્વારા કોંગ્રેસના નેતા સુખપાલ સિંહ ખૈરાને જૂના ડ્રગ્સ કેસના સંબંધમાં અટકાયતમાં લેવા પર આમ આદમી પાર્ટી (AAP)ની ટીકા કરી હતી. પૂનાવાલાએ પ્રશ્ન કર્યો કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ કાર્યવાહી કરવામાં આટલો લાંબો સમય શા માટે લીધો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપ નેતા શહેઝાદ પૂનાવાલાએ સવાલ કર્યો, ” આ મામલો 2015નો છે. ‘આપ’ સરકાર માર્ચ 2022માં સત્તામાં આવી હતી. આજે આપણે સપ્ટેમ્બર 2023માં છીએ.. ‘આપ’ અને તેની પોલીસ અને સરકારને પગલાં લેવામાં આટલો સમય કેમ લાગી રહ્યો હતો?”
પૂનાવાલાના જણાવ્યા અનુસાર, પંજાબમાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો હતો કે ‘આપ’ ના 32 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. ત્યારબાદ ખેરાની અટકાયત કરવામાં આવી હતી. પૂનાવાલાએ ઉમેર્યું , “એવું લાગે છે કે આ ઘટના કોંગ્રેસના એક નિવેદન પછી બની છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે તે પંજાબની તમામ બેઠકો પર ચૂંટણી લડશે. દિલ્હીમાં કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે સાત બેઠકોના મુદ્દે વિખવાદ ચાલી રહ્યો છે.”
#WATCH | On Punjab Congress leader Sukhpal Khaira detained by police and INDIA alliance, Shehzad Poonawalla, BJP National Spokesperson says, "What was taking AAP so long to take action? It seems that this development took place after Mr Bajwa spoke about 32 MLAs of AAP being in… pic.twitter.com/Pjj0jdSPVA
— ANI (@ANI) September 28, 2023
પૂનાવાલાના જણાવ્યા અનુસાર, ” કોઈ વ્યક્તિ પર કોઈક બાબતનો આરોપ હોય, તો તેને પહેલા સમન્સ મોકલવો જોઈએ…તેને તપાસમાં જોડાવા દેવા જોઈએ, અને જો તે જવાબ ન આપે તો તેની ધરપકડ કરવી જોઈએ. રાજ્ય સરકાર પંજાબ પોલીસનો દુરુપયોગ કરી રહી છે. વિપક્ષી નેતાઓ ‘આપ’ સરકાર વિરુદ્ધ બોલે છે તેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દરમિયાન, ભાજપ નેતા મનજિન્દર સિંહ સિરસાએ પણ ‘આપ’ પર પ્રહાર કરતા કહ્યું, “મને અરવિંદ કેજરીવાલનું એક નિવેદન યાદ છે. તેમાં તેમણે કહ્યું હતું કે, ‘મને પોલીસ આપો અને જુઓ કે હું શું કરું છું. તેથી તેમણે કહ્યું તે થઈ રહ્યું છે.”
Advertisement