કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે 2,000 રૂપિયાની નોટ બદલવા માટે ઓળખના પુરાવા અને સ્લિપ અથવા ફોર્મની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે.
Advertisement
Advertisement
ચિદમ્બરમે ટ્વીટ કર્યું, “બેંકોએ સ્પષ્ટતા કરી છે કે 2000ની નોટ બદલવા માટે કોઈ ઓળખ કાર્ડ, ફોર્મ અને પુરાવાની જરૂર નથી. હવે બીજેપીનો તે તર્ક ધ્વસ્ત થઇ ગયો છે કે બ્લેકમની નિકાળવા માટે 2000ની નોટ પરત લેવામાં આવી રહી છે.
તેમણે લખ્યું છે કે, “સામાન્ય લોકો પાસે 2000 રૂપિયાની નોટ નથી. તેમને 2016માં આને લાવ્યા પછી જ તેમને આનાથી છૂટકારો મેળવી લીધો હતો. તેમના પ્રતિદિવસના ઉપયોગ માટે તે બેકાર હતી તો 2000 રૂપિયાની નોટ કોણે રાખ્યા હતા અને કોણે તેનો ઉપયોગ કર્યો છે, તેનો તમને ખ્યાલ છે.
ચિદમ્બરમે કહ્યું ”2000ની નોટોએ કાળાં નાણાંનો સંગ્રહ કરનારાઓને જ મદદ કરી છે. આનાથી તેઓ સરળતાથી કાળું નાણું જમા કરી શક્યા હતા. તેમણે લખ્યું, “હવે 2000 રૂપિયાની નોટો રાખનારાઓનું ભરપૂર સ્વાગત થઈ રહ્યું છે. તેમને બદલવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું 2016માં 2000ના નોટ લાવવાનો નિર્ણય મૂર્ખતાપૂર્ણ હતો. મને ખુશી છે કે હવે સાત વર્ષ બાદ મૂર્ખતાપૂર્ણ નિર્ણય પરત લેવામાં આવી રહ્યો છે.
SBIએ 2000 રૂપિયાની નોટ બદલવા માટે ગાઈડલાઈન જાહેર કરી
રિઝર્વ બેંક ઇન્ડિયા (આરબીઆઈ) એ 2000 ની નવી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી છે. જો કે, આરબીઆઈએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં લોકો તેમની નોટો બેંકમાં જઈને બદલી શકે છે. જો કે, આ ડિમોનેટાઇઝેશન નથી પરંતુ નવી 2000 નોટોને સર્કુલેશન માંથી બહાર કરવાની રીત છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એ ગ્રાહકોને નોટો બદલવા વિશે સારા સમાચાર આપ્યા છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2000 ની નોટ બદલવા માટે એક માર્ગદર્શિકા જારી કરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે નોટ બદલવા માટે તમારે કોઈ આઈડીની જરૂર રહેશે નહીં, અથવા તમારે કોઈ ફોર્મ ભરવું પડશે નહીં. એક સમયે 10 નોટો બદલવામાં આવશે, એટલે કે 20,000 સુધીની નોટો એક જ સમયે બદલી શકાશે.
જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર સતત એવા સમાચાર વાયરલ થઈ રહ્યા હતા કે નોટ બદલવા માટે આધાર કાર્ડ અથવા કોઈપણ આઈડી આપવી પડશે. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ગદર્શિકા જાહેર કરી છે.
જણાવી દઈએ કે તમે તમારા નજીક આવેલી કોઈપણ શાખામાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે. તેના માટે તમારો તે બેંકમાં એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. તમે સીધા બેંકના કાઉન્ટર પર જઈને નોટ બદલી શકો છો. તે ઉપરાંત તમારા બેંક એકાઉન્ટમાં તમે બે હજાર રૂપિયાની નોટમાં પૈસા જમા પણ કરાવી શકો છો. 23 મેથી નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ જશે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે, આ નોટબંધી નથી. 30 સપ્ટેમ્બર પછી પણ 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે.
2016માં જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, તે પછી 2000 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી. સરકારે નવેમ્બર 2016માં ₹500 અને ₹1000ના નોટ બંધ કરી દીધા છે. તેની જગ્યાએ માત્ર ₹500 અને ₹2000ની નવી નોટ જારી કરી હતી. પરંતુ હવે 2000ની નવી નોટ બંધ થઈ રહી છે. એટલે કે ₹500ની નોટ દેશની સૌથી મોટી કરન્સી હશે.
ID પ્રૂફ વગર ના બદલવામાં આવે 2000 રૂપિયાની નોટ; હાઈકોર્ટમાં થઈ જાહેર હિતની અરજી
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરતાં કહ્યું છે કે કોઈપણ ઓળખના પુરાવા વગર 2000 રૂપિયાની નોટ જમા કરાવવાનો અથવા અન્ય નોટો બદલવાનો આદેશ મનસ્વી અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને માર્ગદર્શન આપવાની માંગણી કરવામાં આવી છે કે રૂ. 2,000ની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરાવવામાં આવે જેથી કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકાય નહીં. ઉપાધ્યાયનું માનવું છે કે આમ કરવાથી આવક કરતાં વધુ સંપત્તિ ધરાવતા લોકોની સરળતાથી ઓળખ કરી શકાશે અને આમ કરવાથી ખોટા લોકોને સરળતાથી રસ્તો મળી જશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે કેન્દ્રને કાળાંનાણાં અને આવક કરતાં વધુ સંપત્તિ ધરાવતા લોકો સામે યોગ્ય પગલાં ભરવામાં મદદ મળી શકશે.આ અરજીમાં સરકાર અને આરબીઆઈને યોગ્ય માર્ગદર્શન કરવા માટેની માંગણી કરવામાં આવી છે.
Advertisement