Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > રાજકારણ અને ધર્મ: દેશના વલણમાં કેમ ફેરફાર થઇ રહ્યો છે?

રાજકારણ અને ધર્મ: દેશના વલણમાં કેમ ફેરફાર થઇ રહ્યો છે?

0
36

નવી દિલ્હીઃ વિડંબણા શબ્દનો ઉપયોગ એટલી વાર કરવો પડે છે કે લાગે છે કે આપણે જીવલેણ સમયમાં રહી રહ્યાં છીએ. તમામ વસ્તુને ફરીથી કરવામાં આવી રહી છે. ભય, ધૃણા, હિંસા, હત્યા વગેરેમાં પ્રતિદિવસ વધારો થઈ રહ્યો છે. જ્યારે તેમાંથી મુક્ત થઇ શકવાના તમામ રસ્તાઓ અને આધાર, અવસર અને ઉપકરણો આપણી પાસે હાજર છે. આપણે લગભગ દરરોજ ધર્મ અને રાજનીતિમાં એકબીજાની ઘૂસણખોરી જોઇ રહ્યા છીએ. તેમાં તાજેતરના દિવસોમાં મોટી ભૂલો થઇ રહી છે. ધર્મ સંસદમાં પણ ઘૂસી ગયો છે. એક ધર્મનિરપેક્ષ બંધારણ અંતર્ગત બનેલી સંસદમાં ધાર્મિક નારા લાગે છે અને સ્પીકર આ પ્રકારના નારા ના લાગે તે માટે કડકાઇપૂર્વકનું વલણ અપનાવી પણ શકતા નથી. વ્યાપક સમાજમાં ઓછામાં ઓછા દ્રશ્ય અર્થમાં ધાર્મિકતા વધતી જોવા મળી રહી છે. કેટલાક લોકો પોતાના ધર્મના ચિહ્ન ખૂબ આક્રમકતા સાથે દર્શાવે છે.

આ ધાર્મિકતાનું નવું વલણ તમામ ધર્મોના કેટલાક માનવીય અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠાની વધારાનું પ્રમાણ પણ હોવું જોઇએ. પરંતુ દુર્ભાગ્યથી તેવું નથી. આ નવી વિકરાળ થઇ ગયેલી ધાર્મિકતા વાસ્તવમાં પ્રેમ, પવિત્રતા, સદભાવ વગેરે જેવા સકારાત્મક પાસાઓનું દમન કરી રહી છે. આ ધાર્મિકતા બીજા ધર્મો પ્રત્યે ધૃણા, તેના પ્રતિ અસહિષ્ણુ અને આક્રમક હોવા પર ટકેલી છે. તેને ક્રૂરતા, અમાનવીયતા, હિંસા અને હત્યા વગેરેનો સહારો લેવામાં કોઇ સંકોચ નથી. એ કહેવું મુશ્કેલ છે કે આ વૃતિઓ ધાર્મિકતાએ રાજનીતિમાંથી સ્વીકારી છે કે ધર્મે રાજનીતિમાં દાખલ કરી છે. આમ જ વર્તમાન સમયમાં તે કહેવું મુશ્કેલ છે કે, રાજકારણના કારણે દેશમાં દ્વેષ વધી રહ્યો છે કે ધર્મના કારણે, જોકે વર્તમાન સમયમાં તે બંને પરસ્પરના એક સિક્કાની બે પાસાઓની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

આપણા રાજનેતા પોતાનો ધાર્મિક વિશ્વાસ સાર્વજનિક રીતે પ્રદર્શિત કરતા રહ્યા છે. તેમનું મંદિર, મસ્જિદ, ગુરુદ્ધારા, ગિરજાધર જવું હવે પુરી રીતે આયોજીત સાર્વજનિક ઘટના બનવા લાગી છે. તેમને પૂજા-અર્ચના, પ્રાર્થના, પ્રણાયામ કરતા સમયે આપણી ચેનલો પર બતાવવામાં આવે છે. એ દિવસો દૂર નથી જ્યારે આપણા નેતાઓને ખાતા-પીતા, કદાચ સ્નાન કરતા પણ બતાવવામાં આવી શકે છે. આત્મવિજ્ઞાપન માટે પવિત્રતાથી આ જગ્યા પણ મોટા ભક્તિભાવથી છીનવી લેવામાં આવી રહી છે.

હિંસા હત્યા લિંચિંગ વગેરે જે માનસિકતા હાલના સમયમાં ખૂબ વિસ્તારથી જોવા મળી રહી છે તેમાં પવિત્રતાનો વિચાર બિલકુલ અપ્રાસંગિક થઇ ગયો છે. કોઇ પણ વ્યક્તિની ગરીમા, તેના દેહ, તેના જીવની પણ કોઇને પડી નથી. કદાચ આપણે સતત એવી સ્થિતિમાં પહોંચી રહ્યા છીએ જેમાં આપણા જીવન અને સમાજમાં કાંઇ પણ પવિત્ર નહી રહે. ના કોઇ તેને માનશે, ના કોઇ તેને પ્રેમ કરશે. આ અમર્યાદિત સમય છે જે કોઇ પણ પ્રકારની મર્યાદા, આચરણની કોઇ પણ પ્રકારની મર્યાદાને કચડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના પૂજાઘરોમાં. આ પાછળનું કારણ એ સમજમાં આવે છે કે હવે ભક્તિનું સૂરમાં હોવું જરૂરી નથી. હત્યા અથવા હિંસા અથવા હુમલાઓ સૂરમાં કરવામાં આવી શકતા નથી. તેનું કર્કશ હોવું જરૂરી છે.

અનીતિનું વધતું ભૂગોળ

આજે એક હિંદી ન્યૂઝ પેપરમાં આ પ્રકારનો અહેવાલ હતો. 55 કરોડની જીએસટીની ચોરી, જય શ્રીરામ ન કહેવા પર મૌલવીની કારને મારી ટક્કર, ફૂટપાથ પર સૂઇ રહેલા ચાર લોકો પર ચઢાવી કાર, સગીર વેચી રહ્યો હતો સ્મૈક, બાઇક સવાર બદમાશોએ મહિલા સાક્ષીને મારી ગોળી, પૂર્વ સાંસદના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી, ઓફિસમાં કચરાના ઢગલામાં પડ્યા હતા રેશન કાર્ડ, જીએસટીની છટકબારીઓ શોધી કરવા લાગ્યા ચોરી, પત્નીને સાથે લઇને ચોરી 100 કાર, ટોલ પ્લાઝા પર મહિલા ટોલ કર્મચારી સાથે મારપીટ, આરોપીઓએ 17 બેન્ક એકાઉન્ટમાંથી 1500 કરોડ રૂપિયા ઉપાડ઼ી લીધા, ઇ-રિક્ષા બિઝનેસના નામ પર 23 કરોડ રૂપિયાની છેતરપિંડી, યમુના એક્સપ્રેસ વે પર કાર ટકરાઇ 3 બાળકો સહિત 7 ઇજાગ્રસ્ત, ભાટપાડામાં તણાવ, અનેક પરિવારોએ છોડ્યુ ઘર, મગજના તાવના કારણે વધુ પાંચ બાળકોનું મોત, કુલ્લૂ દુર્ઘટના, એક સાથે સળગી અનેક ચિતાઓ, બીજા દિવસે પણ ન બન્યુ જમવાનું, વોલમાર્ટે બિઝનેસ માટે ભારતમાં આપી લાંચ, 200થી વધુ દેશોમાં કરવામાંઆવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, ભારતમાં ઇમાનદારીને લઇને બનેલા પોઇન્ટ ટેબલમાં નંબર ખૂબ નીચે આવી ગયો છે. આ તમામ ખબરો એક દિવસની છે, પરંતુ એક વર્ષ પહેલાની છે. જોકે, તમે પ્રતિદિવસ છેતરપિંડીના એટલા સમાચાર વાંચો છો કે, તમને ઉપરોક્ત બધા સમાચાર એક-બે દિવસ જૂના જ લાગ્યા હશે.

છેલ્લા દિવસોમાં એવા સમાચાર આવ્યા હતા કે આ વખતની લોકસભામાં ચૂંટાયેલા સાંસદોમાં આરોપીઓ અને કરોડપતિઓની સંખ્યા લોકસભાના ઇતિહાસમાં સૌથી વધુ છે. આ તમામનો અર્થ એ થયો કે આપણુ સાર્વજનિક જીવન હવે હિંસા અને ગુનાથી વધુ વ્યાપ્ત છે, પૈસા માટે મોટી રેસ છે. ત્રણેય તેમા સતત વધી રહ્યા છે અને તેમને અનેક શક્તિઓનું સમર્થન છે. આ વિડંબણા ત્યારે વધી જાય છે જ્યારે આપણને ખ્યાલ આવે છે કે મહાત્મા ગાંધીના 150મા વર્ષમાં ફક્ત દેશની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમા વધી રહી છે. રાજનીતિ, ધર્મ, જાતિ, મીડિયા, બજારના મહાગઠબંધને ભારતીય સમાજને ક્યા સ્તર પર પહોંચાડી દીધો છે આ તેનું પરિણામ છે.

ઘણીવાર શંકા જાય છે કે હવે ભારતીય સમાજ તેનો ભણેલો-ગણેલો હિસ્સો નૈતિક સમાજ નથી રહ્યો. તે એવી રાજનીતિની ઝપેટમાં છે જેમાં નીતિને લઇને હવે કોઇ સ્થાન નથી. ધર્મ પણ અનૈતિક આચરણ કરવામાં સંકોચ નથી કરતો. ઇમાનદારી, સત્યની કદર, ભાઇચારો, મદદ વગેરે ગુણ એવા લોકોમાં બચ્યા છે જે સાધારણ લોકો છે અને તેમના પર ક્યારેય આપણું ધ્યાન નથી જતું. લૂંટ, અપહરણ, ચોરી, જમીન પર કબજો જમાવવો, નષ્ટ કરવાનો ઉત્સાહ, કોઇ નિર્દોષની હત્યા કરવામાં બહાદુરી, લાંચ, કામચોરી, ખૂબ ગુસ્સો કરવો વગેરે એવા ગુણ છે જેના અનુયાયીઓની સંખ્યા વધી રહી છે. તે તમામ જગ્યા પર છે. સરકારોમાં, રાજનીતિ અને રાજનૈતિક દળોમાં, મંદિરો, મસ્જિદો, ગુરુદ્ધારા, ગિરજાધરોમાં, શિક્ષણ સંસ્થાઓમાં, વ્યાપારિક સંસ્થાઓ, કોર્ટમાં, મીડિયામાં, ઘર પડોશમા, ગામડાઓ-શહેરોમાં, પ્રવાસમાં, તેમને બચવા માટેનો કોઇ રસ્તો બચ્યો નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat