Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > રાજકારણ અને અરવિંદ: કોંગ્રેસ-બીજેપીના મતદારોએ કેજરીવાલ પર દર્શાવ્યો વિશ્વાસ

રાજકારણ અને અરવિંદ: કોંગ્રેસ-બીજેપીના મતદારોએ કેજરીવાલ પર દર્શાવ્યો વિશ્વાસ

0
35

સુરત: સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવશે અને ભવ્ય રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે. ગુજરાત એટલે બીજેપીનો ગઢ ગણીએ તો પણ ખોટું કહેવાશે નહીં, તેવામાં કેજરીવાલે એક વખત ફરીથી પોતાને સાબિત કર્યા છે. સુરતમાં પ્રથમ વખતમાં જ 27 સીટો પર જીત મેળવવી તે ખુબ જ મોટું પરિવર્તન કહેવાય.

આ જીતના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન બાદ ટ્વીટ કરી આભાર માન્યો હતો. ગુજરાતમાં આપને એન્ટ્રી અપાવવામાં ગોપાલ ઈટાલિયાનો ફાળો મહત્વપૂર્ણ ગણી શકાય છે. અરવિંદ કેજરીવાલે ગોપાલ ઈટાલિયા ઉપર  મૂકેલો વિશ્વાસ યોગ્ય ઠર્યો છે.

અરવિંદ કેજરીવાલ ટીમ વર્ક સાથે કામ કરનારા નેતા છે. ચૂંટણી પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સુરતમાં રેલીઓ યોજી હતી. તે પછી ટિકિટો આપવામાં તેમને ખુબ જ સાવધાની દર્શાવી હતી, જેનું તેમને ખુબ જ સારૂ પરિણામ મળ્યું છે. તો બીજી તરફ જોઈએ તો કોંગ્રેસે ટિકિટોની ફાળવણી અને મેનેજમેન્ટના અભાવે ત્રીસ વર્ષમાં પ્રથમ વખત સુરતમાં એકપણ સીટ જીતી શકી નથી.

આમ આદમી પાર્ટીએ યોગ્ય મેેનેજમેન્ટ અને ટીમ વર્ક સાથે કામ કરીને ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે. હજું પણ ગુજરાતની કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી બાકી છે. જેના માટે 28મી ફેબ્રુઆરીએ વોટિંગ થવાની છે, તેમાં પણ આપને અન્ય જીત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.  પરંતુ શું તમે જાણો છો રાજકારણમાં કેજરીવાલની એન્ટ્રી કેવી રીતે થઈ હતી? ના જાણતા હોવ તો જાણી લો…

ગુજરાતમાં વર્ષોથી રહેલી કોંગ્રેસ જે ના કરી શકી, તે નવી આવનાર આપ પાર્ટીએ કરી બતાવ્યું છે. માસ્ટર માઈન્ડ કેજરીવાલ સ્થાનિક તંત્ર દ્વારા ટિકિટોની વહેંચણી જીતને ખેંચી લાવી છે. આપ પાર્ટી ઉપર હિન્દૂ અને મુસ્લિમ બંને જ્ઞાતિના લોકોએ વિશ્વાસ દર્શાવ્યો છે. એવું પ્રથમ વખત બન્યું છે કે, કોંગ્રેસ અને બીજેપીમાં માનનારા લોકોએ આપને વોટ આપ્યા છે. જે એક મોટા પરિવર્તનની શરૂઆત દર્શાવે છે. આ સાથે જ ગુજરાતમાં આપની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જોકે, રાજકારણમાં અરવિંદ કેજરીવાલની એન્ટ્રી વિશે પણ જાણવા જેવું છે.

અરવિંદ કેજરીવાલ અને રાજકારણ

અરવિંદ કેજરીવાલે પાછલા જ વર્ષે દિલ્હીના સીએમ પદ શપથ લીધા હતા. તે વખતે શાનદાર જીત સાથે કેજરીવાલે લોકસભા ચૂંટણીમાં પાર્ટીની કરારી હારનો બદલો લીધો હતો.

પરંતુ કેજરીવાલનો ઈરાદો એક સમયે સક્રિય રાજનીતિનો નહતો. 2011માં અન્ના આંદોલન વખતે સરકાર સાથે જનલોકપાલ પર સહમતિ ના બની શકવાના કારણે તેમને પોતાની રાજકિય પાર્ટી બનાવી હતી. તો આવો જાણીએ આઈઆઈટીથી અન્ના આંદોલન સુધી કેજરીવાલની યાત્રા:

હરિયાણાના ભિવાની જિલ્લામાં એન્જિનિયર પિતા ગોવિંગ રામ કેજરીવાલ અને ગૃહિણી માં ગીતા દેવીના પુત્ર અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ 1968માં થયો. પિતાની બદલી સમયાંતરે બીજા શહેરોમાં થતો રહ્યો હતો. જેના કારણે અરવિંદનો પાલન-પોષણ અને ઉછેર ઘણા બધા શહેરોમાં થયો.

તેમને સોનીપત, ગાજિયાબાદ અને હિસારમાં પોતાની શરૂઆતનો સમય ગુજાર્યો. હિસારમાં તેમને કેમ્પસ શાળામાં દાખલ થયા. સોનીપતમાં ક્રિશ્ચિયન મિશનરી હોલી ચાઈલ્ડ શાળામાં કેજરીવાલે અભ્યોસ કર્યો.

IITમાં એડમિશન, પછી સિવિલ સર્વિસ સાથે એક્ટિવિઝમ

1985માં 17 વર્ષની ઉંમરમાં કેજરીવાલે આઈઆઈટીની પરીક્ષા પાસ કરી લીધી. તેમની 563મો રેન્ક આવ્યો અને કોલેજ મળી- આઈઆઈટી ખડગપુર. અહીં તેઓ મિકેનિકલ એન્જિનિયરના વિદ્યાર્થી હતા. 1989માં અહીંથી પાસઆઉટ થયા પછી કેજરીવાલને ટાટા સ્ટીલમાં નોકરી મળી ગઈ. પોસ્ટિંગ મળી જમશેદપુરમાં.

અહીં કેજરીવાલે ત્રણ વર્ષ સુધી નોકરી કરી. તે પછી તેમને સિવિલ એક્ઝામ તરફ ધ્યાન લગાવવા માટે 1992માં નોકરી છોડી દીધી.

તૈયારી દરમિયાન તેઓ કોલકતા પણ ગયા. અહીં તેઓ મધર ટેરેસાને મળ્યા. કેજરીવાલ અલગ-અલગ વિગતો દરમિયામ જણાવે છે કે, તેની તેમના જીવન પર ઉંડી અસર પડી. કેજરીવાલે મિશનરીજ ઓફ ચેરિટી, રામકૃષ્ણ મિશનમાં સ્વયંસેવકના રૂપમાં પોતાની સેવાઓ આપી. તેઓ નેહરૂ યુવા કેન્દ્ર સાથે પણ જોડાયેલા રહ્યાં. આ વચ્ચે 1993માં કેજરીવાલે સિવિલ સેવા પણ પાસ કરી નાખી. તેમને ઈન્ડિયન રેવન્યૂ સર્વિસમાં નોકરી મળી.

‘પરિવર્તન, રેમન મેગ્સેસે… પછી કબીર’

નોકરી મળ્યા પછી કેજરીવાલે દિલ્હીમાં અલગ-અલગ પદો પર નોકરી કરી. નોકરીમાં જ રહીને તેમને મનીષ સિસોદીયા સાથે ‘પરિવર્તન’ એનજીઓની રચના કરી. આ એનજીઓ દિલ્હીના સુંદર નગર વિસ્તારમાં કામ કરે છે.

પરિવર્તન લોકોની ટેક્સ ફાઈલિંગ, પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ સાથે જોડાયેલ મુશ્કેલીઓમાં મદદ કરે છે અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કેમ્પેનમાં ભૂમિકા નિભાવી રહી છે. આને બનાવ્યાના કેટલાક સમય પછી કેજરીવાલે બે વર્ષ માટે અભ્યાસ કરવા માટે નોકરીમાંથી રજા લઈ લીધી. તેમને તે શરત પર રજા આપવામાં આવી કે તેઓ પાછા ફરીને ઓછામાં ત્રણ વર્ષ સુધી સરકારી સેવા કરશે અને આ વચ્ચે મળેલી સેલરી પરત કરશે.

પરિવર્તને પીઆઈએલનો સારી રીતે ઉપયોગ કર્યો. સન 2000માં એનજીઓએ એક પીઆઈએલ દાખલ કરીને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યપ્રમાલીમાં પારદર્શિતા લાવવાની અપીલ કરી. તેના સભ્યોએ ચીફ ઈન્કમ ટેક્સ કમિશ્નરની ઓફિસ સામે ધરણા પણ આપ્યા હતા.

2001માં દિલ્હી સરકાર દ્વારા પસાર કરેલા રાજ્ય સ્તરીય રાઈટ ટૂ ઈન્ફર્મેશનનો પણ એનજીઓએ ખુબ જ સારી રીતે ઉપયોગ કર્યો. આના દ્વારા લોકોના સરકારી કચેરીઓમાં કામ કરાવવામાં આવ્યા અને તેમને રિશ્વત ના આપવાની અપીલ કરવામાં આવતી હતી.

બે વર્ષ પછી, નવેમ્બર 2002માં કેજરીવાલે બીજી વખત સર્વિસમાં જોડાઈ ગયા. કેજરીવાલે કહ્યું કે, આવતા 18 મહિનાઓ સુધી તેમને કોઈ જ પદ આપવામાં આવ્યો નહીં. માત્ર કહેવા ખાતર નોકરીમાં હતા. ત્યાર બાદ તેમને “Leave without pay” (“પગાર વિના રજા”) માટે આવેદન કર્યો. તે પછી 18 મહિના સુધી આવી રીતે જ કામ કરતા રહ્યાં હતા. આ વચ્ચે તેઓ એનજીઓના કામો પણ કરતા રહ્યાં હતા. અંતે ફેબ્રુઆરી 2006માં તેમને નોકરીમાંથી રાજીનામું આપી દીધું.

પરંતુ આનાથી પહેલા 2005ના અંતમાં તેઓ મનીષ સિસોદિયા સાથે મળીને “કબીર” નામનું એનજીઓ લોન્ચ કરી ચૂક્યા હતા. આ સંગઠન પણ આરટીઆઈ અને પ્રશાસનમાં જનભાગીદારીના ક્ષેત્રે કામ કરે છે.

આ સમય સુધી રાષ્ટ્રીય સ્તર પર આરટીઆઈ એક્ટ માટે ચલાવવામાં આવી રહેલા કેમ્પેનમાં અરૂણા રોય અને શેખર સિંહ સાથે અરવિંદ કેજરીવાલના નામ પ્રમુખતાથી આવવા લાગ્યા હતા. અંતે સરકારે 2005માં આરટીઆઈ એક્ટ પણ પાસ કરી દીધો.

2006માં એમર્જેટ લીડરશિપ માટે અરવિંદ કેજરીવાલને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જોકે, 2012 આવતા સુધી પરિવર્તન મંદ પડી ગયો. જે સુંદર નગરી વિસ્તારમાં આ એનજીઓ કામ કરી રહ્યું હતો, ત્યા જૂની સમસ્યાઓ ફરીથી વકરવા લાગી. અરવિંદ કેજરીવાલે પણ માન્યું કે, પરિવર્તનની પહોંચ સીમિત હતી.

2005માં કેજરીવાલે મનીષ સિસોદિયા અને અભિનંદન શેખરી સાથે મળીને પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરી. તેમને મેગ્સેસ પુરસ્કારથી મળેલા પૈસાને આ સંગઠનનો આધાર બનાવ્યો. આ ફાઉન્ડેશનના ટ્રસ્ટીના રૂપમાં પ્રશાંત ભૂષણ અને કિરણ બેદી પણ સામેલ હતા.

2011મા જનલોકપાલ આંદોલન આવતા સુધી કેજરીવાલે આ સંગઠન દ્વારા સંક્રિય કામ કરતા રહ્યાં. જેમ ઉપર જણાવ્યું તેમ કેજરીવાલે જનલોકપાસ આંદોલન પછી આમ આદમી પાર્ટીની રચના કરી. કેજરીવાલે અન્ના હજારે પછી આ આંદોલનના મુખ્ય ચહેરો બની ગયા હતા.

રાજકારણમાં કેજરીવાલ

આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્હી ચૂંટણીમાં હિસ્સો લીધો. ચૂંટણીમાં પાર્ટીએ 28 સીટો જીતી. પોતે કેજરીવાલે મુખ્યમંત્રી શીલા દિક્ષિતને 25,864 વોટોથી હરાવ્યા. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના આઠ સભ્ય, જનતા દળનો એક સભ્ય અને એક સ્વતંત્ર સભ્યની મદદથી લઘુમતી સરકારની રચના કરી.

પરંતુ 14 ફેબ્રુઆરી 2014માં તેમને રાજીનામું આપી દીધું. રાજીનામા પાછળનું કારણ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ના લાવી શક્યા હોવાનું જણાવ્યું. તે પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું.

2014માં થયેલ લોકસભા ચૂંટણીમાં કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી પણ લડ્યા પરંતુ તેઓ હારી ગયા. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં.

અંતે 2015માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલે શાનદાર જીત મેળવી. કોંગ્રેસ પાર્ટીનો પૂરી રીતે ખાત્મો થઈ ગયો. બીજેપીને માત્ર ત્રણ સીટો મળી. આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટો પર જીત મળી.

આવતા પાંચ વર્ષોમાં શરૂઆતના ત્રણ વર્ષ દિલ્હી સરકાર માટે ખુબ જ ઉથલ-પાથલવાળા રહ્યાં. ક્યારેક કેન્દ્ર સરકાર તો ક્યારેક એલજી સાથે ટકરાવના સમાચાર આવ્યા. કેજરીવાલે ઘણી બધી વખત કેન્દ્ર સરકાર પર કામ ના કરવા દેવાનો આરોપ લગાવ્યો.

આ દરમિયાન તેમની “મુફ્ત વિજળી અને પાણી”ની સુવિધાઓ ખુબ જ લોકપ્રિય થઈ. દિલ્હીની શાળાઓમાં ઈનોવેશન અને મોહલ્લા ક્લીનિકના તેમના કામોની પણ લોકોએ પેટભરીને વખાણ કર્યા છે.

ઉપરોક્ત મુદ્દાઓ પર તેમને 2020ની ચૂંટણી લડી અને બીજેપી જેવી ભારે ચૂંટણી મશીનરીને દિલ્હીમાં ખુબ જ ખરાબ રીતે હાર આપી દીધી. આજે કેજરીવાલે શપથ લીધા બાદ પોતાની જીતને દિલ્હીની જીત ગણાવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat