Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતના આ ગામમાં પ્રચાર પર પ્રતિબંધ, છતાં 95% મતદાન

ગુજરાતના આ ગામમાં પ્રચાર પર પ્રતિબંધ, છતાં 95% મતદાન

0
390

ગુજરાતના રાજકોટ જિલ્લાના રાજસમઢિયાલમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવાની મનાઈ છે. તમે વિચારતા હશો, કે આ ગામમાં ચૂંટણીને બહિષ્કાર કરવામાં આવ્યો હોવાથી, પ્રચાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો તમે ખોટા છો. હકીકતમાં આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો કે, ગામની શાંતિ ભંગના થાય અને શાંત માહોલ જળવાઈ રહે.

રાજસમઢિયાલના ગ્રામજનો પોતાના મતાધિકાર માટે જાગૃત છે. ગામના સરપંચ અશોકભાઈ વાઘેલાએ જણાવ્યું કે, જ્યારે હરદેવસિંહ જાડેજા ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા, ત્યારથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું પણ માનવું છે કે, ચૂંટણી પ્રચારથી ગામનો માહોલ ખરાબ થઈ જશે.

 

અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે, જો લોકો મતદાન નથી કરતાં, તેમને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. દર વખતે કોશિષ કરવામાં આવે છે કે, 100 ટકા મતદાન થાય, પરંતુ મતદાર યાદીમાં ગામના મૃતકોના નામ છે અને એવી યુવતીઓના નામ પણ છે, જે લગ્ન કરીને બીજે સ્થાયી થઈ હોય. આથી ગામમાં 95 થી 96 ટકા મતદાન થાય છે.

આ ગામ માત્ર મતદાનના કારણે જ ચર્ચામાં નથી, પરંતુ આ ગુજરાતનું એક માત્ર આદર્શ ગામ છે. જેના વિશે કહેવામાં આવે છે કે, અહીં કોઈ પોતાના ઘર કે દૂકાનમાં તાળાં નથી મારતા.