Gujarat Exclusive > રાજનીતિ > છત્તીસગઢમાં ફરી રાજકીય હલચલ, કોંગ્રેસના 7 ધારાસભ્ય અચાનક દિલ્હી રવાના

છત્તીસગઢમાં ફરી રાજકીય હલચલ, કોંગ્રેસના 7 ધારાસભ્ય અચાનક દિલ્હી રવાના

0
30

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ બાદ હવે છત્તીસગઢ કોગ્રેંસમાં પણ ડખો ચાલી રહ્યો છે. છત્તીસગઢમાં ફરી એક વખત રાજકીય હલચલ જોવા મળી રહી છે. છત્તીસગઢના સાત કોંગ્રેસના ધારાસભ્ય અચાનક દિલ્હી રવાના થયા છે. આ ધારાસભ્ય દિલ્હીમાં હાઇકમાનને મળશે. ધારાસભ્યોના દિલ્હી પ્રવાસ બાદ રાજકારણ ગરમાઇ ગયુ છે.

કોંગ્રેસના સીનિયર નેતા પણ કઇ કહેવાથી બચી રહ્યા છે. સુત્રો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સમર્થક ધારાસભ્ય અલગ અલગ ફ્લાઇટમાં દિલ્હી રવાના થયા છે. દિલ્હીથી શિમલા પણ જશે અને એક સાથે રજા પણ મનાવશે. હવે આ મામલે રાજકીય ચર્ચા ચાલી રહી છે.

દિલ્હી જનારા ધારાસભ્યોમાં સર યૂડી મિંજ, રામકુમાર યાદવ અને વિકાસ ઉપાધ્યાયનું નામ સામે આવ્યુ છે. છત્તીસગઢમાં અઢી-અઢી વર્ષના ફૉર્મૂલાનું રાજકીય તોફાન જ્યારે લાગી રહ્યુ હતુ કે શાંત થઇ ગયુ છે, ત્યારે ફરી એક વખત ધારાસભ્યોના દિલ્હી જવા પર અટકળો શરૂ થઇ ગઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat