Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોલ ખુલ્યા બાદ કોરોનાનું સક્રમણ રોકવાની તૈયારી અંગે પોલીસની મેનેજરો સાથે મિટીંગ

મોલ ખુલ્યા બાદ કોરોનાનું સક્રમણ રોકવાની તૈયારી અંગે પોલીસની મેનેજરો સાથે મિટીંગ

0
560

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે મોલ સંચાલકો મેનેજર સહિતના સ્ટાફ સાથે મિટીંગ કરી કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટેની તૈયારી અંગે ચર્ચા કરી હતી. આ મિટીંગ મોલમાં જતાં તમામ ગ્રાહકે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે તેમજ સાદો મોબાઈલ રાખનાર ગ્રાહકની વિગતો મોલ સંચાલકો નોંધી રાખશે તેવો નિર્ણય લેવાયો છે.

વસ્ત્રાપુર આવેલા અમદાવાદ વન મોલ, હિમાલય તથા એક્રોપોલિસ મોલના મેનેજર તથા સિક્યુરિટી ઇન્ચાર્જની સાથે વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજાએ સાંજે મિટિંગ કરી તારીખ 8 જૂનથી મોલ ખોલવાના હોય એ દરમિયાન હાલમાં ચાલી રહેલ કોરોના મહામાર થી લોકોની સુરક્ષા થાય તથા ફેલાય નહીં માટે શું તકેદારી રાખવી તે અંગે સુચના આપી હતી. મોલ દ્વારા કરવામાં આવેલ તૈયારી અંગે તેઓની સાથે રાખી મોલની મુલાકાત કરવામાં આવી હતી.

અમદાવાદ વન મોલ ખાતે તૈયારી દરમિયાન મોલમાં પ્રવેશનાર ગ્રાહકોનીની સંખ્યા કેટલી છે તે માટેનું ગેટ ઉપર કાઉન્ટર ગોઠવવામાં આવેલ છે, તેમજ બહાર નીકળતા લોકોને પણ ગણતરી માટે કાઉન્ટર ગોઠવવામાં આવેલ છે, આ ઉપરાંત અંદર પ્રવેશતા તેઓના ગ્રાહકોના હેન્ડ સેનેટાઇઝર ઉપરાંત ફુટ વોશ કરવામાં આવશે. ખરીદી માટે ગ્રાહક તેમજ મોલના કર્મચારીઓના સ્ક્રીનિંગ કર્યા બાદ તેઓને મોલમાં પ્રવેશ મળશે. ગ્રાહકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરેલ છે કે કેમ એ ચકાસણી કરી એપના હોય તો એપ ડાઉનલોડ કરવાની રહેશે તેમજ જો સાદો મોબાઈલ હોઈ તો તે માટે ફોર્મ ભરવાનું રહેશે ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ હેન્ડ મેટલ ડિટેકટરથી પણ ચેક કરી પછી જ ગ્રાહકોને અંદર પ્રવેશ આપવામાં આવશે.

મોલમાં પ્રવેશ્યા બાદ લિફ્ટમાં એક્સ લેટરમાં તેમજ વોશરૂમમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે સારું યોગ્ય આયોજન મોલ દ્વારા કરવામાં આવેલ છે, મોલના ફૂડ ઝોનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે સારું મોબાઈલ એપથી જમવાનો ઓર્ડર કરવામાં આવશે અને પેમેન્ટ પણ ઓનલાઇન જ થાય એ રીતે આયોજન કરેલ છે. ઓર્ડર મુજબ ફૂડ તૈયાર થશે એટલે ગ્રાહકના મોબાઈલ માં મેસેજ જશે અને ગ્રાહકે જાતે જ કાઉન્ટર પરથી ફૂડ પ્લેટ લાવવાની રહેશે.

જે સમગ્ર મુલાકાત દરમિયાન આ પ્રકારનું હિમાલય મોલ તથા એક્રોપોલિસ મોલમાં પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તો ચોક્કસપણે હાલમાં કોરોના મારીના સંક્રમણથી બચી શકાય તેમ છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.જાડેજાએ આલ્ફા મોલ સિક્યુરિટી ઇન્ચાર્જ રવિન્દ્રકુમાર તેમજ એક્રોપોલિસ મોલના મેનેજર રાજેશભાઈ અને હિમાલયા મોલના મેનેજર રાકેશકુમારની સાથે રહી આ સમગ્ર બાબતે ચર્ચા કરી હતી. આ પ્રમાણે તમામ મોલ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ છે, આ ઉપરાંત મોલ દ્વારા જે વાહનો ફોરવીલ પાર્ક થાય એ લોકો પાર્કિંગમાં પણ યોગ્ય ડિસ્ટન્સ જાળવે તે માટેની પણ સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ધોરણ 12 સાયન્સમાં એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે યોજાશે પૂરક પરીક્ષા