Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેશ્મા પટેલના આક્ષેપો સાચા,પોલીસને મેમોના ટાર્ગેટ અપાય છેઃ ઘટસ્ફોટ

રેશ્મા પટેલના આક્ષેપો સાચા,પોલીસને મેમોના ટાર્ગેટ અપાય છેઃ ઘટસ્ફોટ

0
6698

કોર્ટમાં દંડ ભરી શકાય છતાં સ્થળ પર જ વસુલવા આગ્રહ

દંડના મુદ્દે NCP નેતા રેશ્મા પટેલ ઘર્ષણમાં ઉતાર્યાં હતાં

પોલીસ કર્મચારીઓ પણ ટાર્ગેટ પુરા કરવાના તાણથી પરેશાન

અમદાવાદઃ પોલીસ સાથે અગાઉ ઘર્ષણમાં ઉતરેલા NCPનાં મહિલા આગ્રણી રેશ્મા પટેલે પોલીસ ટાર્ગેટ પુરા કરવા દંડના મેમો આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો. રેશ્મા પટેલના આ આક્ષેપને સમર્થન મળ્યું છે. મેમો ફાડવા માટે પોલીસને ટાર્ગેટ આપવામાં આવતો હોવાનું તથ્ય પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યું છે.

“શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનના પીઆઈએ તમામ ગાડીઓને 15 મેમો, she ટીમને 50 અને ચોકી ઇન્ચાર્જને 10 મેમોના ટાર્ગેટ આપવામાં આવ્યા છે.”

આ પણ વાંચોઃ રેશમા પટેલનો આક્ષેપ, સરકારની ખાલી તિજોરી ભરવા પોલીસને અપાય છે ટાર્ગેટ

પોલીસ સૂત્રોના જ જણાવ્યા મુજબ, કોરોનામાં લોકો પાસે પૈસા ન હોવાથી ઘર્ષણ થાય છે

“પોલીસ કર્મચારીઓ પણ ટાર્ગેટ પુરા કરવાના ભારને લઈને પરેશાન છે. કોરોના મહામારીમાં લોકો પાસે દંડ ભરવાના પૈસા હોતા નથી. બીજી તરફ દંડની રકમ પણ રૂ.500થી નીચે હોતી નથી. પોલીસ મેમો આપવાનો પ્રયાસ કરે એટલે સામે છેડે વ્યક્તિ સીધી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે. જેના પગલે વિવાદ થાય છે. ટ્રાફિક પોલીસના મેમોમાં કોર્ટમાં પણ પૈસા ભરી શકો તેવી જોગવાઈ છે પણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને આપવામાં આવતા મેમોમાં રોકડ નાણાં સ્વીકારવા પડે છે.”

આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાતમાં રિક્ષા ચાલકો માટે હવે યુનિફોર્મ ફરજિયાત

યુવાનો, વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હોવાનો રેશમાનો આરોપ

ટાર્ગેટને પગલે પોલીસ દ્વારા ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય માણસોને મેમો આપવા માટે રોકવામાં આવતા હોવાની રેશ્મા પટેલની દલીલ હતી. જે યુવકો માટે રેશ્મા પટેલ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતારી હતી. તે યુવકો પાસે આગળના ચાર રસ્તે પોલીસે દંડના નામે રૂ.200 પડાવ્યા અને મેમો આપ્યો નહોતો. બાદમાં આજ યુવકોને ગીતામંદિર પાસે પોલીસે રોકી રૂ.2000 દંડ ભરવાનું કહ્યું હતું તેવી રેશ્મા પટેલની દલીલ હતી.