Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજસ્થાન પોલીસે ટ્વિટ કરીને કહ્યું, જે કોઈપણનો ‘ગાંજો’ ખોવાયો હોય તે સંપર્ક કરે, લોકોએ લીધી મજા

રાજસ્થાન પોલીસે ટ્વિટ કરીને કહ્યું, જે કોઈપણનો ‘ગાંજો’ ખોવાયો હોય તે સંપર્ક કરે, લોકોએ લીધી મજા

0
363

રાજસ્થાન પોલીસે બુધવારે 17 જૂલાઈએ ગાંજો જપ્ત કર્યા બાદ પોતાના આધિકારીક ટ્વિટર હૈન્ડલ પર તેની માહિતી આપી છે. રાજસ્થાન પોલીસે આની માહિતી આગવા અંદાજમાં આપી હતી પરંતુ રાજસ્થાન પોલીસની ઠિખર તેમને ભારે પડી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ રાજસ્થાન પોલીસની મજાક-મશ્કરી શરૂ કરી દીધી હતી. આમ જોવા જઈએ તો રાજસ્થાન પોલીસનો અંદાજ એકદમ હટ કે અને ફની હતો પરંતુ લોકોએ પણ સામે તેવી જ મજા તેમની લઈ નાંખી હતી. રાજસ્થાન પોલીસે પોતાના ટ્વિટમાં ગાંજા ભરેલા કોથળાઓ શેર કર્યા હતા. પોલીસે શેર કરેલી તસવીર પ્રમાણે ખ્યાલ આવી જાય છે કે, રાજસ્થાન પોલીસે ઘણા મોટા પ્રમાણમાં ગાંજો જપ્ત કર્યો છે.

રાજસ્થાન પોલીસે પોતાના ટ્વીટમાં લખ્યું કે,‘કોઈનો ગાંજો ગુમ થઈ ગયો છે? તે અમારી પાસે છે. જો આ ગાંજો લઈ જાવા માંગતા હોય તો અમારો ઝડપી સંપર્ક કરો. નહીં તો તમે હંમેશા માટે આને ગુમાવી દેશો. પરંતુ અમે વાયદો આપીએ છીએ કે, તમારી રહેવાની વ્યવસ્થા એકદમ ફ્રીમાં હશે અને જમવાનો ખર્ચો અમે આપીશું. તો ઝડપી કરો.

જોકે આ પ્રથમ વખત નથી કે આ પ્રકારનું ટ્વીટ રાજસ્થાન પોલીસે કર્યું હોય. આ પહેલા પણ મુંબઈ, બેંગ્લોર અને આસામ પોલીસ પણ કરી ચુકી છે. ગત મહિને આસામ પોલીસે ડ્રગ્સની એક મોટી ખેપ ઝડપી હતી. આસામ પોલીસે ટ્વિટ કરીને વિનમ્રતાથી લખ્યું હતું કે, ‘કૃપ્યા આ જેના પણ ડ્રગ્સ આ ખેપ છે તે અમારો સંપર્ક કરે’આ ટ્વિટ પછી આસામ પોલીસના આગવો અંદાજ ચર્ચામાં આવી ગયો હતો. આમ ડ્રગ્સ પકડ્યો તેના કરતાં તો આસામ પોલીસના ટ્વિટની વધારે ચર્ચા થઈ હતી.

ભારતની મોટી જીત, ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર લગાવી રોક