Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખોખરા સર્કલ પર ઓમ હવન યજ્ઞ કરવા જનારાઓની પોલીસે અટકાયત કરી

ખોખરા સર્કલ પર ઓમ હવન યજ્ઞ કરવા જનારાઓની પોલીસે અટકાયત કરી

0
90
  • ફીની જવાબદારી સરકાર સ્વીકારે : વાલી મંડળ
  • વાલીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ
  • ભગવાન સરકારને સદ્દબુદ્ધિ આપે, નહિ તો શિક્ષણ મંત્રી રાજીનામુ આપે

અમદાવાદ: ફીના મામલે હાઇકોર્ટે આપેલા નિર્દેશો સામે સુપ્રિમ કોર્ટમાં નહીં જવાનો નિર્ણય લઇને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે.

રાજયના લાખ્ખો વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા સંચાલકોની દયા પર છોડવાનું જે પાપ કર્યું છે તે માફ કરી શકાય તેમ નથી.

ફીની જવાબદારી સરકાર સ્વીકારે તે માટે ભગવાન સરકારને સદ્દબુદ્ધિ આપે અને શિક્ષણના વિવિધ પ્રશ્નો ઉકેલવામાં સરેઆમ નિષ્ફળ ગયેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમા રાજીનામું આપે તે માટે આજે રવિવારે ખોખરા સર્કલ પાસેના રોકડિયા હનુમાન મંદિરે ઓમ હવન યજ્ઞ કરવા ગયેલા નવગુજરાત વાલી મહામંડળ, ગુજરાતના પ્રમુખ તથા પૂર્વ મ્યુનિ. કાઉન્સીલર જયોર્જ ડાયસ સહિત અન્યોની પોલીસે અટકાયત કરીને પોલીસ મથકે લઇ ગયા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ખોખરા વોર્ડના પૂર્વ મ્યુનિ. કાઉન્સીલર અને નવગુજરાત વળી મહામંડળના પ્રમુખ જયોર્જ ડાયસે જણાવ્યું છે કે, રાજય સરકારના શિક્ષણ નહીં તો ફી નહીંના પરિપત્રને હાઇકોર્ટે રદ કરી નાંખ્યો છે.

આ પણ વાંચો: કોરોના બેકાબૂ ને હવે કોર્પોરેશને રસ્તા પર સૂતેલાઓને કર્યું માસ્ક વિતરણ

આ હુક્મને સુપ્રિમ કોર્ટમાં નહીં પડકારવાના રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમાના નિવેદન પછી વાલીઓની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે.

પ્રજાના પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ ગયેલા શિક્ષણમંત્રી રાજીનામું આપવું જોઇએ અને વાલીઓને સંચાલકોની દયા ઉપર છોડવાના બદલે વિદ્યાર્થીઓની ફીની જવાબદારી સરકારે સ્વીકારવી જોઇએ.

રાજય સરકાર પાસે કેન્દ્રની સર્વ શિક્ષણ અભિયાનની કરોડો રૂપિયાની ગ્રાન્ટ પડી છે. અને પ્રજા પાસેથી ફરજિયાત ઉઘરાવવામાં આવતાં શિક્ષણ વેરાની રકમ પણ કરોડો રૂપિયામાં જમા પડયા છે.

લઘુ, મધ્યમ ઉદ્યોગો તથા નાના મોટા વેપારીઓને આત્મિનર્ભર લોન આપવામાં આવી છે. તે જ રીતે વિદ્યાર્થી તથા વાલીઓના હિતમાં શાળા સંચાલકોને ઉપરોકત જમા પડેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી લોન આપવી જોઇએ.

આ પણ વાંચો: સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બારીમાંથી હાથ નાખી તસ્કરે મહિલાની ગોલ્ડ ચેઈન ખેંચી

તે માટે સરકારને સદ્દબુધ્ધિ ભગવાન આપે અને વાલીઓને રાહત આપે તે હેતુથી અમે વાલી મહામંડળના સભ્યોએ ખોખરા સર્કલ પાસેના રોકિડયા હનુમાન મંદિર પાસે ઓમ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું.

તેમણે જણાવ્યું છે કે, જો વાલીઓને ફીમાં રાહત આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

આ કાર્યક્રમ પહેલાં જ ખોખરા પોલીસે જયોર્જ ડાયસ સહિત મમતાબેન તિવારી, કાલીઅપ્પન મુદલિયાર, મંગલસીંગ બુંદેલા, શંકરસિંહ વાઘેલા, સંજય મેકવાન, બાબુભાઇ પટેલ, જયોતિબેન રાવત, પ્રિયા રાજપૂત, શિવાની રાવતની ધરપકડ કરીને પોલીસ મથકે લઇ ગયા હતા.