Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત ગૃહવિભાગનો મોટો નિર્ણય, અનુભવી પોલીસ કોન્સ્ટેબલને સોંપાશે ખાસ જવાબદારી

ગુજરાત ગૃહવિભાગનો મોટો નિર્ણય, અનુભવી પોલીસ કોન્સ્ટેબલને સોંપાશે ખાસ જવાબદારી

0
402

ગાંધીનગર: ગુનાખોરી વધવાની સાથે જ પોલીસની જવાબદારી વધી જાય છે. અમુક વખત કેસનું ભારણ વધતા પોલીસની ફરજનો કોઈ ચોક્કસ સમય નથી જળવાઈ શકતો. આવા સંજોગોને પગલે રાજ્યના ગૃહવિભાગે મોટો નિર્ણય કરતા હવેથી પોલીસ કોન્સ્ટેબલને પણ ગુનાની તપાસ કરવાની સત્તા સોંપવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યમાં પોલીસ ઉપર કેસનું ભારત વધતા કોન્સ્ટેબલોને લઇને ગૃહવિભાગે સૌથી મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, 5 વર્ષ કે તેથી વધુ વર્ષના અનુભવી બિનહથિયારી પોલીસને કોન્સ્ટેબલને હવે તપાસ કરવાની સત્તા સોંપવામા આવી છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ કે ઉપરી અધિકારીઓ જ ગુનાની તપાસ કરી શકતા હતા. જો કે હવે પોલીસ કોન્સ્ટેબલને તપાસ કરવાની સત્તા સોંપવામાં આવતા કેસનો ઝડપી નીકાલ થઈ શકશે અને ફરિયાદીને ન્યાય પણ ઝડપથી મળી શકશે.

કોરોના સંક્રમિત અને વૃદ્ધોને પોસ્ટલ બેલેટથી મત આપવાની સુવિધા, ECનો નિર્ણય