Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 413 પોલીસ કર્મીઓઓની બદલી પોલીસ કમિશનરે કરી હોવાનું ખોટુ લીસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ

413 પોલીસ કર્મીઓઓની બદલી પોલીસ કમિશનરે કરી હોવાનું ખોટુ લીસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ

0
12
  • પૈસાની ગોઠવણ થયા પહેલાનું કાચુ લીસ્ટ વહેતુ થઈ ગયુ હોવાની પોલીસ બેડામાં ચર્ચા

  • ખોટું લિસ્ટ બહાર પાડનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે કે મામલો થાળે પાડી દેવાશે

અમદાવાદ: શહેરમાં ટ્રાફીકમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા એવા 700 ટીઆરબી જવાનોને તેમની ગેરરીતિ અને તોડ કરતા હોવાના કારણે છૂટા કરતા પોલીસ વિભાગમાં ફફડાટ મચી ગઈ હતી. આ દરમિયાન શહેરમાં 413 પોલીસ કર્મીઓની બદલી થઈ હોવાનું એક લિસ્ટ સોશિયલ મિડીયા પર વહેતુ થયુ હતુ. જો કે આ લિસ્ટ સોશિયલ મિડીયા પર વહેતા થતા પોલીસ બેડામાં ફફડાટ વધ્યો હતો.

જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ લિસ્ટ ખોટુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જેના પગલે પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતુ કે, કોઈ ગોઠવણ થઈ ન હોવાના કારણે આ લીસ્ટને ખોટુ જણાવવામાં આવી રહ્યું છે, સાથે જ જો આ લીસ્ટ ખોટુ હોય તો આ લીસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ કરનાર સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

કાર્યવાહી અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે એટલુ જ નહીં જો આ લીસ્ટ વાયરલ કરનાર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ બેડામાં થઈ રહેલી ચર્ચા સત્ય સાબીત થાય તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શુ પગલા લેવામાં આવે છે.

અમદાવાદ સીટીમાં ટ્રાફિકમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા 700 ટીઆરબી જવાનોને તેમની ગેરરીતિ અને તોડના કારણે છૂટા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોડી સાંજના સમયે પોલીસ કમિશ્નરના નામે એક બદલીનું લીસ્ટ બહાર પાડ્યું હતું. જેમાં 413 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરાઈ હતી અને તે લીસ્ટ સોશિયલ મિડીયા પર વહેતું થયુ હતું. એટલું જ નહીં આ લેટરમાં સેક્ટર અને શહેરની અન્ય એજન્સીઓના અધિકારીઓને નકલ રવાના થઈ હોવાનું પણ જણાવ્યું હતુ. તો બીજી બાજુ બદલીનું લીસ્ટમાં સામાન્ય રીતે પોલીસ કમિશ્નર ઓફીસ દ્વારા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવતુ હોય છે જ્યારે આ લિસ્ટ અંગ્રેજીમાં તૈયાર કરેલુ હતુ. જેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા તેમણે આ લીસ્ટને ખોટુ હોવાની પુષ્ટિ કરી હતી.

લીસ્ટ ખોટુ હોવાનું સામે આવતા પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ કે, આ લીસ્ટ કાચી યાદી હતી કે જે પૈસાની ગોઠવણ થયા પહેલાનું હોય અને અચાનક આ જ કાચી યાદી બહાર પાડી દેવામાં આવી હતી પરંતુ પૈસાની ગોઠવણ થઈ ન હોવાના કારણે આ લીસ્ટને ખોટુ જાહેર કરવામાં આવ્યું છે. જો આમ ન હોય તો અને આ ખોટું લીસ્ટ હોય તો લીસ્ટ બનાવીને સોશિયલ મિડીયામાં વહેતા કરનારના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અને જો મામલો શાંત પાડી દેવામાં આવશે તો ચોક્કસ પણ પૈસાની ગોઠવણ માટેનું કાચુ લીસ્ટ વહેતુ થઈ ગયુ હોવાનું અનુમાલ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ કમિશ્નરના નામથી બહાર પાડેલા આ ખોટું લીસ્ટ વહેતુ કરનાર વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નોંધાવામાં આવે છે કે કેમ?

સરકારનો ખોટો લેટર બહાર પાડે તો ગુનો દાખલ કરવામાં આવે છે

સામાન્ય રીતે સરકારનો કોઈ વ્યક્તિ ખોટો લેટર સોશિયલ મિડીયા પર અપલોડ કરે તો તેની સામે પોલીસ ફરીયાદ થાય છે અને તેની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. અગાઉ પણ સરકારના ખોટો લેટર બનાવી વહેતા કરનાર શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. તો આ શહેર પોલીસ કમિશ્નરના નામે બનાવે ખોટુ લીસ્ટ સોશિયલ મિડીયા પર વહેતુ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે, તથા તેની ધરપકડ કરવામાં આવશે કે કેમ તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat