Gujarat Exclusive > ગુજરાત > Msc, IT યુવકે ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટરને ત્યાં લૂંટ કરી, ક્રાઈમ સિરિઝ જોઈ પ્લાન કર્યો

Msc, IT યુવકે ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટરને ત્યાં લૂંટ કરી, ક્રાઈમ સિરિઝ જોઈ પ્લાન કર્યો

0
86

ન્યૂ ઝીલેન્ડમાં દોઢ વર્ષ ભણેલા એમએસસી IT યુવક કાકાના ત્યાં લૂંટ કરવા ગયો પણ વધુ લોકો હતા

અમદાવાદઃ થલતેજના સોમવિલા બંગલોમાં ત્રણ દિવસ અગાઉ ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર પ્રકાશ દરજીના (police-arrested) પુત્ર ભવ્યને ચાકુ બતાવી 52 હજારની લૂંટ ચલાવનાર એમએસસી આઈટી થયેલા યુવકને સોલા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ઝડપ્યો છે. વેબ ક્રાઈમ સિરિઝો જોઈ લૂંટની યોજના બનાવનાર યુવકે પોલીસ પકડી શકે તેવી કોઈ જગ્યા બાકી રાખી ન હતી. જોકે પોલીસે સીસીટીવીનો સતત અભ્યાસ કરી આરોપીને ઝડપ્યો હતો.

ડૉક્ટરના ત્યાં લૂંટઃ સીપીએ આદેશ આપ્યા

થલતેજના સોમવિલા બંગલોમાં રહેતા ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર પ્રકાશ દરજી (prakash darji)ના બંગલામાં ઘુસી આરોપીએ કામવાળી મહિલાને (police-arrested) બાથરૂમમાં અને પાળતું કૂતરાને રૂમમાં બંધ કરી દીધા હતા.બાદમાં ડૉક્ટરના પુત્ર ભવ્યને પિસ્તોલ જેવું હથિયાર બતાવી  52 હજારની લૂંટ કરી હતી. બનાવની ગંભીરતાને પગલે પોલીસ કમિશનર સંજય શ્રીવાત્સવ, સે 1ના એડી.સીપી આર.વી.અસારી અને ડીસીપી ઝોન 1 ડૉ, રવિન્દ્ર પટેલએ આરોપીને ઝડપી લેવા સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ MLA વલ્લભ કાકડીયાની હોસ્પિટલથી દોઢ કિ.મી.અંતરમાં દર્દીને શિફ્ટ કરવાના રૂ.11 હજાર!

સીસીટીવી આધારે આરોપી ઝડપાયો

પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસ આધારે (police-arrested)તપાસ હાથ ધરી હતી. પોલીસે એલિસબ્રિજ વિસ્તારમાં એનઆઇડી પાસે મણિયાર હાઉસમાં રહેતાં નિરવ સુરેશ પટેલની ધરપકડ કરી છે. આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના એપલના એરપોર્ડ , એપલની વોચ મળી 50,000નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ક્રાઇમની વેબ સિરિઝો જોઈ યોજના
પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપી નિરવ પટેલએ (police-arrested) ક્રાઇમ રિલેટેડ જૂદી જૂદી વેબ સીરીઝ જોઈ લુંટનો પ્લાન બનાવ્યો હતો. નિરવે નજીકના કાકા કે જેમના ઘરે વધુ રોકડ પડી રહેતી હોવાથી લૂંટની યોજના બનાવી હતી. નિરવે ઘરમાથી છરી લીધેલ બાદ દરવાજાના હેન્ડલ માથી પિસ્ટલ જેવુ દેખાય તે આકારનુ સાધન બનાવેલ અને પાલડીથી પોતાના કાકાના ઘરે થલતેજ ખાતે લૂંટ કરવા ગયો પણ માણસો વધુ હોવાથી યોજના બદલી સોમવિલા બંગલોમાં ડોકટરના ત્યાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ કંદોઇની હવે ખેર નથી, છુટક મીઠાઇના બોક્સ પર પણ એક્સપાયરી ડેટ ફરજિયાત

બાઈક ચોર્યું કપડાં બદલ્યા પણ પકડાઈ ગયો

લૂંટ માટેના વેલ પ્લાન મુજબ આરોપીએ પોતાનુ યામાહા બાઈક નેહરૂનગર ગોપાલ પેલેસના બી વીંગના બેઝમેન્ટમાં મુકયું હતું. જયાં પોતે પહેરેલ જેકેટ ચેન્જ કરી વાદળી કલરની ટીશર્ટ પહેરી લીધેલ અને ત્યાંથી સ્પ્લેન્ડર બાઇકની ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી હતી. આરોપીએ હેલ્મેટ પોતાના બાઈક ઉપર મુકી બીજા બાઈક ઉપર પડેલ હેલ્મેટ પહેરી લીધેલ અને ત્યાંથી લુંટવાળી જગ્યાએ જઇ લૂંટ કરી પરત આવ્યો હતો.

ચોરીના બાઇક ઉપર બીનોરી હોટલથી થલતેજ ચારરસ્તા એ.એમ.ટી.એસ ના બસ સ્ટેન્ડ પાસે ઉભા રહી ફરીથી લુંટ સમયે પહેરેલ વાદળી કલરની ટીશર્ટ ચેન્જ કરી પટ્ટાવાળી ટીશર્ટ પહેરી લીધેલ અને કપડા ચેન્જ કર્યા હતા. તે પછી નેહરૂનગર ગોપાલ પેલેસના બેઝમેન્ટમાં પાર્ક કરેલ યામાહા બાઇક લીધું અને ચોરી કરેલું બાઇક ત્યાં મુકી દીધું હતું. આરોપીએ પેન્ટની જગ્યાએ ટ્રેક બર્મુડો પહેરી લીધેલ અને પોતાનુ હેલ્મેટ પહેરી ત્યાંથી પોતાના બાઇક પર ઘરે પહોંચ્યો હતો. આમ ક્રાઇમ સીરીઝ જોઇ સી.સી.ટી.વી. કેમેરા આધારે પોલીસ પોતાને શોધી ના શકે તે માટે સતત કપડા, હેલ્મેટ તથા બાઈક બદલી આરોપીએ લુંટનો ગુનો આચર્યો હતો.