Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > PNBના ગ્રાહકોને રાહતઃ નો ટોકન-નો લાઇન, ઘેરબેઠા મળશે કેશ, શરુ કરી આ સુવિધા

PNBના ગ્રાહકોને રાહતઃ નો ટોકન-નો લાઇન, ઘેરબેઠા મળશે કેશ, શરુ કરી આ સુવિધા

0
50

કોરોનાકાળમાં ઘેરબેઠા સંક્રમણથી બચી શકાશે, બેન્ક કે ATM  જવાની જરુર નથી

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને પહલે ચેપ લાગવાનું જોખમ પણ વધ્યુ છે. ત્યારે પંજાબ નેશનલ બેન્ક ( (PNB Doorstep Banking) )એ પોતોના ગ્રાહકો માટે એક નવી સેવા શરુ કરી છે. જેનાથી બેન્ક કે ATM સુધી પણ જવાની જરુર નથી. તમારા પૈસા ઘેર બેઠા મળી જશે.

પૈસા જમા કરાવવા હોય તો તેની પણ સુવિધા છે. આમ ઘરની બહાર નીકળ્યા વિના બેન્કનું રોકળ ટ્રાન્ઝેક્શન કરી શકાશે અને કોરોનાના સંક્રમણથી બચી શકાશે. કોરોનાના જોખમી સમયમાં આ સેવા બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આ પણ વાંચોઃ દર મહિને માત્ર રુપિયા 55નું રોકાણ, વર્ષે 36000નું પેન્શન આપતી સરકારી યોજના

ડોરસ્ટેપ બેન્કિંગ એટલે બેન્ક તમારા દ્વારે

પંજાબ નેશનલ બેન્કે આના માટે (PNB Doorstep Banking) સુવિધા શરુ કરી છે. ડોરસ્ટેપ બેન્કિંગ એટલે બેન્ક તમારા દ્વારે. પીએનબીએ આ અંગે ટ્વીટ કરીને માહીત આપી. જેમાં જણાવ્યું કે તેમના ગ્રાહકો ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસિસ (DBS)ના લાભ મેળવી શકે છે.

આ સુવિધા દ્વારા ગ્રાહક બેન્કમાં જમા પોતાની રોકડમાંથી ઉપાડ કરી શકે છે, સાથે રકમ ખાતામાં જમા પણ કરાવી શકે છે. આના માટે હાલ લઘુત્તમ મર્યાદા 1000 રુપિયા અને મહત્તમ ઉપાડની મર્યાદા 10,000 રુપિયા રાખવામાં આવી છે.

AePS કે ડેબિટ કાર્ડ દ્વારા તેનો લાભ

ગ્રાહક AePS(આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી) કે ડેબિટ કાર્ડ દ્વારા તેનો લાભ લઇ શકે છે. આના માટે ગ્રાહકે સૌથી પહેલાં રજીસ્ટર મોબાઇલ, લેપટોપ/ડેસ્ક ટોપ દ્વારા મોબાઇલ OTP મેળવવાનું રહેશે. જેનાથી ડોરસ્ટેપ બેન્કિંગમાં રજીસ્ટ્રેશન થઇ શકશે.

આ પણ વાંચોઃ RBIની ચેતવણીઃ દેશમાં કોરોનાની આ ઝડપ નહીં અટકે તો મોંઘવારી વધી શકે છે

રજીસ્ટ્રેશન માટે શુ કરવાનું

    • -સૌથી પહેલાં ગ્રાહકે Doorstep Banking એપ ડાઉનલોડ કરવાની રહેશે.
    • -બેન્ક પસંદ કરી, ખાતા નંબર અને પિન નાંખો.
    • -ચકાસણી બાદ રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP આવશે. તે નાંખી સબમિટ કરો.
    • -હવે બેન્કનું નામ, એકાઉન્ટ નંબર, બ્રાન્ચનું નામ વગેરેની વિગત ભરવાની રહેશે.
    • – હવે રોકડ ઉપાડ (Cash Withdrawl)નો વિકલ્પ દેખાશે. તેને પસંદ કરો.
    • -સાથે પિક અપ/ડ્રોપ માટે વર્તમાન સરનામું આપવાનું રહેશે.
    • -તમારા સરનામાના 10 કિમીના ક્ષેત્રમાં બેન્કની શાખા જણાશે.
    • -બ્રાન્ચ સિલેક્ટ કરી કેશ ડિલિવરી માટે ટાઇમ સ્લોટ પસંદ કરવું.
    • -ત્યાર બાદ સ્ક્રિન પર દેખાનાર સેવા શુલ્ક દેખાશે. ‘OK’કરી ક્લિક કરશો તો મોબાઇલ પર મેસેજ આવશે.
    • -મેસેજમાં તમારા ઘેર આવનારા બેન્કકર્મીનું નામ, નંબર વગેરની માહિતી હશે.
    • -તમારી સુવિધા અનુસાર બેન્કમાંથી તમને પૈસા ઘેર બેઠા મળી રહેશે. કાં જમા થઇ શકશે.

આ પણ વાંચોઃ કેન્દ્રની ગુલાંટઃ સરકારી કર્મીઓને 1 જુલાઇ સુધી વધારેલું DA આપવા ઇનકાર

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat