Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડાપ્રધાનની ભત્રીજી સોનલ મોદીએ ચૂંટણી લડવા માટે માંગી ટિકિટ, બોડકદેવ વોર્ડમાં નોંધાવી દાવેદારી

વડાપ્રધાનની ભત્રીજી સોનલ મોદીએ ચૂંટણી લડવા માટે માંગી ટિકિટ, બોડકદેવ વોર્ડમાં નોંધાવી દાવેદારી

0
308

Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી માટે મથામણ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા પાંચ મહાનગર પાલિકાની 142 બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ પણ ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરશે. એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે.

PM મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની પુત્રી સોનલ મોદીએ અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. આ અંગે સોનલ મોદીના પિતા પ્રહલાદ મોદીનું કહેવું છે કે, મારી પુત્રી લોકશાહીમાં જીવે છે. લોકશાહીમાં દરેકની ચૂંટણી લડવાનો અને ટિકિટ માંગવાનો અધિકાર છે. જો કે મારી દીકરીને ટિકિટ આપવાનો આખરી નિર્ણય તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ જ કરશે. Gujarat Local Body Election

બીજી તરફ સોનલ મોદીનું કહેવું છે કે, મેં વડાપ્રધાનના પરિવારના સભ્ય તરીકે નહીં, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી છે. મને ટિકિટ આપવી કે નહી તે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ નક્કી કરાશે. પાર્ટી દ્વારા મને કોઈ પણ કામગીરી સોંપવામાં આવશે તે હું કરીશ. Gujarat Local Body Election

આ પણ વાંચો: કચ્છ: ગાંધીધામના વેપારીનું અપહરણ કરીને ₹ 35 લાખની ખંડણી વસૂલનારા 4 ઝડપાયા Gujarat Local Body Election

જણાવી દઈએ કે, રાજ્ય ચૂંટણી પંચ તરફથી મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 6 મહાનગર પાલિકા, 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતો માટે ફેબ્રુઆરીના અંતમાં બે તબક્કામાં ચૂંટણી થશે. આ સાથે જ રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. Gujarat Local Body Election

વિવિધ પાર્ટીમાં ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ કરી દીધુ છે. ભલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પરંતુ સમગ્ર દેશની નજર ગુજરાતની આ ચૂંટણીઓ પર ટકેલી રહેશે. આ ચૂંટણી વર્ષ 2022માં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. Gujarat Local Body Election

આ વખતની ચૂંટણીમાં ભાજપની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, અસદ્દૂદિ ઓવૈસીની AIMIM અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. જેના કારણે આ ચૂંટણી રોમાંચક બની ગઈ છે. Gujarat Local Body Election

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat