Gujarat Exclusive > દેશ-વિદેશ > નગરોટા એન્કાઉન્ટર પર PM મોદીની બેઠક, 26/11ની વર્ષી પર મોટા હુમલાનું હતું ષડયંત્ર

નગરોટા એન્કાઉન્ટર પર PM મોદીની બેઠક, 26/11ની વર્ષી પર મોટા હુમલાનું હતું ષડયંત્ર

0
156

જમ્મુ કાશ્મીરના નગરોટામાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓના એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. તે કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમણે ઠાર મારવામાં આવ્યા હતા. તે બાદ વડાપ્રધાન મોદીએ એક હાઇ લેવલ બેઠક બોલાવી છે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ અને ટોપ અધિકારી સામેલ થયા હતા. Nagarota encounter

આ આતંકી 26/11ની વર્ષી પર મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના હતા. જ્યારે આ જમ્મુ-શ્રીનગર હાઇવે પર એક ટ્રકમાં છુપાઇને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા. આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. બાદમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. Nagarota encounter

આ પણ વાંચો: નગરોટા અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર, જમ્મુ-શ્રીનગર હાઈવે પર સુરક્ષા વધારાઈ

સરકારી સુત્રો અનુસાર, ચાર આતંકી મુંબઇ હુમલાની વર્ષી પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા. જમ્મુના પોલીસ ડિરેક્ટર મુકેશ સિંહે એન્કાઉન્ટર બાદ જણાવ્યુ હતું કે તેમની પાસે મોટી સંખ્યામાં દારૂ ગોળો હતો અને મોટા આતંકી ષડયંત્રની ફિરાકમાં આવ્યા હતા.  Nagarota encounter