Gujarat Exclusive > દેશ-વિદેશ > Cyclone Amphan: હવાઇ નિરીક્ષણ બાદ PM મોદીએ કરી રૂ. 1,000 કરોડનાં રાહત પેકેજની જાહેરાત

Cyclone Amphan: હવાઇ નિરીક્ષણ બાદ PM મોદીએ કરી રૂ. 1,000 કરોડનાં રાહત પેકેજની જાહેરાત

0
421

એક તરફ સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારીને લઇને ચારે બાજુ હાહાકાર જોવાં મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ હાલમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન વાવાઝોડાંને લઇને ભયંકર તબાહી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 283 વર્ષમાં આવેલું આ ભયંકર વાવાઝોડું છે. બંગાળની ખાડીમાંથી આવેલું આ સદીનું સૌથી ભયાનક વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ-ઓડિશામાં વિનાશ કરીને બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે. જેનાં કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

આ પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને મમતા બેનર્જીએ અમ્ફાન વાવાઝોડાંને લઇ હવાઇ સર્વેક્ષણ કર્યું. 83 દિવસ પછી પીએમ મોદી દિલ્હીની બહાર નીકળ્યાં છે. એરપોર્ટ પર પીએમ મોદીનું બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વાગત કર્યું હતું. ત્યારે પીએમ મોદી અને મમતા બેનર્જીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી બંગાળને રૂ. 1,000 કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અમ્ફાન વાવાઝોડાને કારણે રાજ્યમાં 80 લોકોનાં મોત થયાં છે.

તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યનાં ગર્વનર જગદીપ ધનકડ અને કેન્દ્રીય મંત્રીએ હેલિકોપ્ટરમાં બેસીને વાવાઝોડાનાં અસગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું. મહત્વનું છે કે આજ સવાર સુધીમાં અમ્ફાન વાવાઝોડાનાં કારણે 80 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યારે આ વાવાઝોડાંને લઇને રાજ્યમાં અંદાજે 1,00,000 કરોડનાં નુકસાનની ભીતિ છે.

મમતા બેનર્જીએ કહ્યું- રાજ્યને 1 લાખ કરોડનું નુકસાન

ગુરુવારનાં રોજ મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવી અહીંની પરિસ્થિતિને જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 72 લોકોનાં મોત થયાં છે. મે કે અન્ય લોકોએ ક્યારેય પણ આજ દિન સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે.’

અમ્ફાનને લઇ મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાને કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. જેમાં સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયાં છે. કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલનાં થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટનેટ લાઈનોને પણ નુકસાન થયું તેમજ કોલકાતા એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયા હતાં. 1200થી વધારે મોબાઈલ ટાવરો ખરાબ થઈ ગયા તેમજ ઘણાં ખરાં વિસ્તારોમાં નેટવર્ક પણ ઠપ થઈ ગયાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર ખુલ્યાં, સ્ટેશન પરથી બુક કરાવી શકશો ટ્રેનની ટિકિટ