Gujarat Exclusive > રાજનીતિ > ‘માઁ ગંગાને બુલાયા…’ PM મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ શૉ શરૂ, ‘મોદી-મોદી’ના નારા લાગ્યા

‘માઁ ગંગાને બુલાયા…’ PM મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ શૉ શરૂ, ‘મોદી-મોદી’ના નારા લાગ્યા

0
488

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદારી નોંધાવવાના એક દિવસ પહેલા આજે વારાણસીમાં શક્તિ પ્રદર્શન કર્યું હતો. જે અંતર્ગત વારાણસીમાં આજે ભવ્ય રોડ શૉ યોજાયો છે. આ રોડ શૉ પહેલા વડાપ્રધાન મોદીએ પંડિત મદન મોહન માલવિયની પ્રતિમા સ્થળથી શરૂ થશે અને દશાશ્વમેઘ ઘાટ ખાતે સંપન્ન થશે. વડાપ્રધાન મોદી રોડ શૉ બાદ ગંગા આરતીમાં પણ સામેલ થશે.

આ અંગે ભાજપના જણાવ્યા અનુસાર, રોડ શૉ બાદ નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લેશે, જે બાદ રાત્રે 8 કલાકે વારાણસીની હોયલ ડી પેરિસમાં અગ્રણી હસ્તિઓ સાથે વાર્તાલાપ કરશે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી આવતી કાલે વારાણસીમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદારી નોંધાવાના છે. આ દરમિયાન ભાજપના મોટ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ વડાપ્રધાન મોદી સાથે રહેવાની સંભાવના છે.

વડાપ્રધાન મોદીની વારાણસીમાં મુલાકાત અને ભવ્ય રોડ શૉને પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઠેર-ઠેર સુરક્ષા જવાનો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ભાજપ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, શુક્રવારે વડાપ્રધાન મોદી બુથ પ્રમુખો અને પાર્ટીના કાર્યકર્તાઓને સવારે 9 કલાકે સંબોધિત કરશે, જે બાજ તેઓ કાલ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરશે અને પછી 11:30 કલાકે તેઓ વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ દાખલ કરશે.