Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થઈ વાતચીત, ભારતને G-7નું આમંત્રણ

PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થઈ વાતચીત, ભારતને G-7નું આમંત્રણ

0
181

વૉશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. જેમાં ટ્રમ્પે PM મોદીને અમેરિકામાં યોજાનારા આગામી G-7 સમિટમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. PMO તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

આટલું જ નહીં, આ વાતચીતમાં વડાપ્રધાન મોદીએ અમેરિકામાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનોનો પણ ઉલ્લેખ કર્યો અને તેના પર ચિંતા વ્યક્ત કરી છે. આ સિવાય PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી વાતચીતમાં કોરોના મહામારી સહિત આવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.

આ બન્ને નેતાઓ વચ્ચે સૌથી મહત્વ ભારત-ચીન મુદ્દાને લઈને આખરે વાતચીત થઈ છે. સરહદ વિવાદ પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને જાણકારી આપી છે. અગાઉ જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, તેમણે ચીન મુદ્દા પર PM મોદી સાથે વાત કરી હતી, ત્યારે ભારત સરકારે તેમની વાતને રદીયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે, એપ્રિલ બાદ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ.

મોદી-ટ્રમ્પની આ વાતચીતમાં ચીન ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માં પણ પરિવર્તનને લઈને ચર્ચા થઈ. આ સિવાય બન્ને નેતાઓએ કોરોના મહામારી બાદની જિંદગી અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતને અમેરિકા અને અન્ય દેશો સાથે આ સમિટ (G-7)ને સફળ બનાવવામાં ભારે ખુશી થશે.

જણાવી દઈએ કે, તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે G-7 સમિટને જૂનના અંતથી સપ્ટેમ્બર સુધી ટાળવાની જાહેરાત તકી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ સમિટમાં ભારત, રશિયા, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને સામેલ થવા માટે આમંત્રણ આપવા માંગશે.

દિલ્હી હિંસા: પોલીસની ચાર્જશીટમાં તાહિર હુસૈન માસ્ટરમાઈન્ડ, ઉમર ખાલિદનું પણ નામ