Gujarat Exclusive > રાજનીતિ > બંગાળમાં PMએ કહ્યું- દીદી ગુસ્સો કાઢવો હોય તો આપો મોદીને મનભરીને ગાળો

બંગાળમાં PMએ કહ્યું- દીદી ગુસ્સો કાઢવો હોય તો આપો મોદીને મનભરીને ગાળો

0
62

મમતા બેનરજીનો જવાબઃ મેં આવા PM નથી જોયા, જે બોલવામાં પણ તમામ મર્યાદા ઓળંગી નાંખે છે

વર્ધમાનઃ વડાપ્રધાન મોદીએ સોમવારે CM મમતા પર ફરી પ્રહારો (PM Modi targets Mamata) કરતા કહ્યું કે દીદી ગુસ્સો કાઢવો હોય તો આપો મને મનભરીને ગાળો. બંગાળમાં 17 એપ્રિલે 5મા તબક્કા માટે મતદાન થવાનું છે. પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. સોમવારે પણ તેમણે ત્રણ રેલીઓ કરી. જેમાં વર્ધમાનની રેલીમાં મમતા બેનરજી પર નિશાન તાક્યું હતું.

આ પણ વાંચોઃ ‘ભારતમાં લોકતંત્ર ખરાબ હાલતમાં, સુધારવા માટે આપણે ખાસ કંઈ કર્યું પણ નથી’

પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સ્થિતિ તો એવી થઇ ગઇ છે કે

“દીદી (મમતા બેનરજી) હવે કેન્દ્રીય વાહિની વિરુદ્ધ પોતાના કાર્યકરોને ભડકાવી રહ્યાં છે. દીદી તમારે ગુસ્સો જ કરવો હોય તો હું છું.. ને તમારે ગાળો આપવી હોય તો મોદીને ગાળો આપો.”

વર્ધમાનમાં આયોજિત એક રેલીમાં પીએમ મોદીએ જણાવ્યું કે પ્રથમ ચાર તબક્કામાં થયેલા મતદાનમાં જ ટીએમસી હારી ગઇ છે. મમાત બેનરજી (PM Modi targets Mamata)જો અક વખત હારી ગયા તો પછી ફરી ક્યારેય ચૂંટણી જીતી શકશે નહીં.

દીદી એક વખત ગયા તો પાછાં નહીં આવેઃ પીએમ મોદી

દીદીને ખબર છે કે એક વખત બંગાળમાંથી કોંગ્રેસ ગઇ તો ક્યારે ય પાછી આવી નહીં. ડાબેરીઓ ગયા તો પાછા નથી આવ્યા. તેથી દીદી તમે પણ એક વખત ગયા તો પાછાં નહીં આવો.

મમતા બેનરજી અને ટીએમસીએ ડો. આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આરોપ મૂકતા પીએમ મોદીએ કહ્યું કે દીદીના લોકો બંગાળમાં અનુસુચિત જાતિના અમારા ભાઇ-બહેનોને ગાળો આપવા લાગ્યા છે. તેમને ભિખારી કહવા લાગ્યા છે. અત્યાર 14 એપ્રિલે જ બાબા સાહેબનો જન્મદિન હતો. તે પહેલાં દીદી અને ટીએમસીએ બાબા સાહેબ આંબેડકરનું એટલું મોટું અપમાન કર્યું.

આ પણ વાંચોઃ બંગાળમાં 4થા તબક્કાનું મતદાન હિંસકઃ કૂચબિહારમાં CISFનો ગોળીબાર,4 મોત

પ્રથમ 4 તબક્કાના મતદાનમાં 92 બેઠકો જીતવાનો શાહનો દાવો

જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં યોજાઇ ગયેલા છેલ્લા 4 તબક્કાના મતદાનમાં 92થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે 4 તબક્કાની ચૂંટણીમાં ભાજપ 92થી બેઠકો પર આગળ છે. દીદી પોતાના ભાષણમાં બંગાળ કરતા વધારે મારુ નામ બોલે છે. જેટલી ગાળો મને આપે છે, તેનો હિસાબ નથી. દીદી જો તમે યુવાનોને ઉશ્કેર્યું ન હોત તો 4 યુવકોના મોત થયા ન હોત. PM Modi targets Mamata

બીજી બાજુ વડાપ્રધાનના આરોપોના જવાબમાં મમતા બેનરજીએ કહ્યું કે મેં આવા વડાપ્રધાન જોયા નથી. જેઓ બોલતી વખતે પણ તમામ મર્યાદાઓ ઓળંગી નાંખે છે. હું ખેરેખર દુઃખી અને દિલગીર છું. મમતા બેનરજીએ આ સાથે ચૂંટણી પંચને પણ પક્ષપાતી ન રાખવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે હું હાથ જોડીને ચૂંટણી પંચની વિનંતી કરું છું કે તે માત્ર ભાજપનું જ નહીં બધાનું સાંભળે, પક્ષપાતી ન બને.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat