- બંગાળમાં 2 મેના રોજ ભાજપની સરકાર રચાઇ જવાનો PM મોદીનો દાવો
- બંગાળમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- મમતા બેનરજી મુસ્લિમ પાસે મત માગી રહ્યા છે
કૂચબિહારઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓ ટાણે આડકતરી રીતે હિન્દુ કાર્ડ રમવાની સાથે બંગાળના સીએમ મમતા બેનરજી (PM Modi target Mamata) પર મુસ્લિમ મતો માગવાનો આરોપ મૂક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે તમામ હિન્દુઓને એક થવાનું કીધુ હોત તો અમને ચૂંટણી પંચની નોટિસો મળી ગઇ હોત. જ્યારે મમતા દીદીને ખુલ્લેઆમ મુસ્લિમ વોટ માગવાનો વારો આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબકા સહિત આસામ, તમિલનાડુ, કેરળ અને પુંડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં આસામામાં ત્રીજા અને અંતિમ તબક્કાનું તેમજ બાકી ત્રણ રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. તેવા સમયે પીએમ મોદી દ્વારા આ કરાયેલું નિવેદન મહત્વનું અને સાંકેતિક માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ બંગાળ: મોદી-શાહ પર મમતાનો પ્રહાર, કહ્યું- આટલા ખરાબ PM અને ગૃહમંત્રી જોયા નથી
પીએમ મોદીએ કૂચબિહારમાં ચૂંટણી સભાને સંબોધી
વડાપ્રધાન મોદીએ બંગાળના કૂચબિહારમાં એક ચૂંટણી સભાને સંબોધતા મમતા બેનરજી પર મુસ્લિમ વોટ બેન્કના નામે મત માગવાનો આરોપ (PM Modi target Mamata) મૂક્યો. તેમણે જણાવ્યું કે, મમતાએ બધા મુસ્લિમોને એક થવાની વાત કરી હતી. તેમણે એ પણ કહ્યું કે બે વર્ષ પહેલાં અહીં ટીએમસીએ અડિંગો જમાવ્યો હતો. પરંતુ હવે તે કયાંય દેખાતી નથી.
મુસ્લિમ વોટ બેન્ક મમતાના હાથમાંથી સરકી ગઇ
મમતા બેનરજીને જાહેરમાં મુસ્લિમ વોટ માગવા પડી રહ્યા છે. એ જ દેખાડે છે કે મુસ્લિમ વોટ બેન્ક તેમના હાથમાંથી સરકી ગઇ છે. છતાં મમતા બેનરજીને ચૂંટણી પંચની નોટિસ મળી નથી. પરંતુ જો અમે કહ્યું હોત કે તમામ હિન્દુઓ એક સાથે આવી જાવ અને ભાજપને વોટ આપો, તો અમને ચૂંટણી પંચની 8-10 નોટિસ મળી જાત.
રેલીમાં મોદીએ કહ્યું કે હવે દીદી EVMને પણ ગાળો આપી રહ્યાં છે. પરંતુ તેઓ આ જ એટીએમથી જીત્યાં હતાં તો, કંઇ થયું નહતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે તમે ચૂંટણી હારી રહ્યા છો. પીએમ મોદી ( PM Modi target Mamata) એ કહ્યું કે મમતા બેનરજી કહે છે કે લોકો પૈસા લઇ ભાજપની રેલીમાં આવી રહ્યા છે. દીદી બંગાળના લોકોનું અપમાન કરી રહ્યાં છે.
પીએમ મોદીએ મમતા બેનરજી પર આ ચૂંટણીમાં સેલ્ફ ગોલ કરી ફેંકાઇ જવાનો દાવો કરતા એવો આરોપ પણ લગાવ્યો કે દીદીને તિળક લગાવનારા અને ભગવો પહેરનારા સામે વાંધો છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી: TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મશીન મળ્યાં, સેક્ટર અધિકારી સસ્પેન્ડ
મમતા બેનરજીનું બંગાળમાંથી જવાનું નક્કીઃ પીએમ
પીએમ મોદીએ દાવો કર્યો કે 2 મેના રોજ બંગાળમાં ભાજપની સરકાર રચાઇ જશે, ત્યારે વિકાસ અભિયાન તેજ કરવામાં આવશે. બંગાળમાં હવે દીદીનું જવાનું નક્કી છે. પ્રથમ બે તબક્કા અને આજના મતદાનમાં ભાજપને લહેર ચાલી રહી છે. તેમણે કહ્યું કે દીદી આજકાલ એક સવાલ પુછી રહ્યાં છે કે ભાજપ શું ભગવાન છે કે તેને જીતની પહેલાંથી ખબર પડી જાય છે. પરંતુ અમે તો નાના માણસ છીએ. જનતા જ ભગવાનનું રુપ છે. જેનાથી ખબર પડી જાય છે કે હવાની દિશા કિ બાજુ છે. દીદી તમારો ગુસ્સો અને વ્યવહાર જણાવે છે કે તમે ચૂંટણી હારી ગયાં છો.
મમતા દીદી લોકોને ધમકાવી રહ્યાંનો આરોપ
પીએમ મોદીએ કહ્યું કે દીદીએ મતદાન મથકમાં નાટક કર્યું, ત્યારે જ લોકોએ માની લીધું કે તમે હારી ગયાં છો. હવે મમતા દીદી વારાણસીથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં છે. એટલે ટીએમસી અહીંથી સાફ થઇ ગઇ છે. મમતાને રાજકારણ કરવા માટે બંગાળમાંથી બહાર જવું પડશે. તેથી મમતા આજ કાલ લોકોને ધમકાવી રહ્યાં છે કે તેઓ જીતશે નહીં તો બધી સુવિધાઓ બંધ થઇ જશે.
ખેડૂતોના ખાતામાં 18000 રુપિયા આવવાનો વધુ એક વાયદો
પીએમ મોદીએ વધુ એક વાયદો કર્યો કે બંગાળમાં ભાજપની સરકાર બનતા જ પ્રથમ કેબિનેટમાં જ ખેડૂત સન્માન નિધિ યોજના લાગુ કરી દેવાશે. તમામ ખેડૂતોને યોજનાની બાકી રકમ મળી જશે, જે 18 હજાર રુપિયા છે. આજે ત્રીજા તબક્કાના મતદાન બાદ બાકીના પાંચ તબક્કાનું મતદાન થવાનું છે. જેના પર આ જાહેરાતની અસર થઇ શકે છે.