Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > Cyclone Tauktae: PM મોદીએ વાવાઝોડાને લઈને CM રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરી

Cyclone Tauktae: PM મોદીએ વાવાઝોડાને લઈને CM રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરી

0
34

નવી દિલ્હી/ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીતમાં ગુજરાતમાં “તૌકતે” વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ વડાપ્રધાને ગુજરાતને “તૌકતે” વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. Cyclone Tauktae

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શક્તિશાળી વાવાઝોડું “તૌકતે” ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આજે રાત્રે 8થી 11 વાગ્યાની વચ્ચે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. “તૌકતે” વાવાઝોડાના પગલે ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં 18 કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યાં છે.

“તૌકતે” વાવાઝોડાના પગલે ગુજરાતના કાંઠા વિસ્તારના જિલ્લામાં આવેલા 655 ગામોમાં વસતા લગભગ 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં NDRFની સૌથી વધુ 50 ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:  દિલ્હી હાઈકોર્ટની ફટકાર- ‘કોરોનાની દવાઓનો સંગ્રહ કરવો નેતાઓનું કામ નહીં’ Cyclone Tauktae

ગુજરાત સરકારની કેવી છે તૈયારી? Cyclone Tauktae

CM રૂપાણીએ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર-જિલ્લા તંત્રોના આગોતરા આયોજનની તલસ્પર્શી સમીક્ષા વીડિયો કોન્ફરન્સ યોજીને કરી
→ દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પૂર્ણ થઇ ગયું છે
→ પશુપાલકોના પશુઓનું પણ સલામત સ્થળે સ્થળાંતર પશુપાલન વિભાગ-સંબંધિત જિલ્લા કલેકટરોના સંકલનમાં રહિને કરે છે
→ દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ઘરમાં જ રહેવા અપીલ
→ એરફોર્સ-નેવી-આર્મીને જરૂર જણાયે મદદ માટે તૈયાર રહેવા કેન્દ્ર સરકારની સૂચના
→ રાજ્ય સ્તરીય કંટ્રોલરૂમ 24×7 કાર્યરત કરી દેવાયો
→ વાવાઝોડાને પરિણામે વીજ પુરવઠાને અસર પડે તો સ્ત્વરે દુરસ્તી કામ માટે ૬૬૧ જેટલી ટીમ તૈયાર
→ ૭૪૪ આરોગ્ય ટીમ-૧૬૦ આઇ.સી.યુ ઓન વ્હીલ્સ-૬૦૭ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ જરૂર જણાયે સેવામાં લઇ શકાય તે માટે ખડેપગે છે
→ કોરોના-કોવિડની સારવાર લઇ રહેલા દરદીઓ માટે સ્પેશ્યલ કેર કરીને ૧૪૦૦ જેટલી કોવિડ હોસ્પિટલોમાં પાવર બેક અપ ડી.જી. સેટ તૈયાર રાખવા સૂચનાઓ આપી
→ ૧૦૦૦ ટન એકસીજનની જરૂરિયાત સામે ૧૭૦૦ ટન વધારાનો જથ્થો સુરક્ષિત કર્યો
→ રેમડીસીવીર ઇન્જેકશનો પણ દરિયાકાંઠાના જીલ્લાઓમાં મોકલી દેવાયા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat