Gujarat Exclusive > દેશ-વિદેશ > ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘મોદીએ આતંકવાદીઓનું કર્યું સમર્થન’

ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘મોદીએ આતંકવાદીઓનું કર્યું સમર્થન’

0
275

ગિરિરાજ સિંહે મુજફ્ફરપુરમાં પોતાની સરકાર વિરૂદ્ધ જ વિવાદિતા નિવેદન આપ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાએ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંગીન આરોપ લગાવતા જણાવ્યું કે, પીએમ મોદી આતંકવાદીઓનું સમર્થન કરવાની સાથે જ સેનાને ગાળો આપી રહ્યા છે.

જો કે વીડિયો જોતા એનું લાગી રહ્યું છે કે, તેમા પૂર્વ કેન્દ્રીય મંત્રીની જીભ લપસી ગઈ છે. આ વીડિયોમાં ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ કહી રહ્યા છે કે, જ્યારથી મોદીની સરકાર બની છે, ત્યારથી મોદીએ આતંકવાદનું સમર્થન કર્યું છે અને સેનાને ગાળો આપી છે. જો કે પહેલા સમગ્ર દેશમાં વિસ્ફોટ થતા હતા, પરંતુ હવે માત્ર કાશ્મીરમાં જ થઈ રહ્યા છે.

આ પ્રથમ વખત નથી કે ગિરિરાજે કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય. ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતા અને વિવાદો વચ્ચે જૂનો સબંધ છે. તાજતરમાં તેમણે એક ચૂંટણી સભાને સંબોધવા દરમિયાન દેશના મુસલમાનોને ચેતવણી આપી હતી. ગિરિરાજે જણાવ્યુ કે, જો મુસ્લિમ સમાજની લોકોને દેશમાં રહેવું હોય તો, તેમણે પણ વંદેમાતરમ ગાવું પડશે અને ભારતમાતા કી જય પણ બોલવું પડશે. ગિરિરાજના આ નિવેદન બાદ ચૂંટણી પંચે તેમને નોટિસ પણ ફટકારી હતી.

જો કે ગિરિરાજના આ નિવેદનથી તેમની સહયોગી પાર્ટીઓએ અંતર જાળવ્યું હતું. જનતાદળ યુનાઈટેડના મહાસચિવ કેસી ત્યાગીએ જણાવ્યું કે, ચૂંટણી પંચે આ મામલે ધ્યાન આપવું જોઈએ. તેમણે જણાવ્યું કે, આવા નિવેદનો આપનારા ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.

આ ઉપરાંત લોકજન શક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને ગિરિરાજના નામનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું કે, અમારી પાર્ટી આવી ભાષા વાપરનારા ઉમેદવારનું બિલકુલ સમર્થન નથી કરતી. ગિરિરાજ સિંહ અગાઉ બુરખાની આડમાં બોગસ મતદાન થઈ રહ્યું હોવાનો આરોપ લગાવી ચૂક્યા છે. ગિરિરાજે મતદાન દરમિયાન બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.