Gujarat Exclusive > ગુજરાત > PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા

PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા

0
39

ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યુ, “શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!”

બીજી એક ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યુ, “મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ દરમિયાન વિજય રૂપાણીજીએ ઘણા મૈત્રીપૂર્ણ પગલા લીધા છે, તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી હતી. મને ખાતરી છે કે તે આવનારા સમયમાં જાહેર સેવામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat