ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારમાં વ્યસ્ત છે. બાવળામાં એક જનસભા દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચુક જોવા મળી હતી. કહેવામાં આવે છે કે એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
આ ડ્રોન બાવળામાં પીએમ મોદીની સભા સ્થળે ડ્રોન ઉડતુ જણાતા પોલીસ કર્મચારી દોડતા થયા હતા. આ ડ્રોન કેમેરા કનેક્ટેડ હતુ. બાદમાં ડ્રોન ઉડાવનારા ત્રણ લોકોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કહેવામાં આવ્યુ કે અંગત વપરાશ માટે ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ કરવામાં આવતુ હતુ. તેમની સામે આઇપીસીની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર પીએમની સભામાં ડ્રોનનો ઉપયોગ પ્રતિબંધિત છે.
પાલનપુરમાં ચપ્પા સાથે યુવક ઝડપાયો
પાલનપુરમાં વડાપ્રધાન મોદીની સભા પહેલા દરેક લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી. આ દરમિયાન એક યુવક પાસેથી ચપ્પુ મળી આવ્યુ હતુ. જેને કારણે તેની પૂછપરછ કરવામાં આવી હતી.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે તેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement