વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેન્નાઈનો પ્રવાસ કર્યો. ચેન્નાઈ પહોંચતા જ પીએમ હેલિકોપ્ટર જ્યારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ નજીકથી પ્રસાર થયો તો તેમને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચનો નજારો દેખ્યો. વડાપ્રધાને પોતાના ટ્વિટર હેન્ડલ પર સ્ટેડિયમની તસવીર શેર કરી છે.
પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, આકાશથી આ રોમાંચક મેચનો દ્રશ્ય જોયો. તમને જણાવી દઈએ કે, ચેન્નાઈમાં ભાપત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 329 રન બનાવ્યા.
ઓપનર રોહિત શર્માએ શાનદાર 161 રનોની ઈનિંગ રમી. ઉપકેપ્ટન અજિંક્ય રહાણે અને ઋષભ પંતે પણ અર્ધશતક ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 134 રનો પર આઉટ થઈ ગઈ. સ્પિનર આર અશ્વિને સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી.
Caught a fleeting view of an interesting test match in Chennai. 🏏 🇮🇳 🏴 pic.twitter.com/3fqWCgywhk
— Narendra Modi (@narendramodi) February 14, 2021
સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 54-1
ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસનો ખેલ ખત્મ થઈ ગયો છે. સ્ટંપ્સ સુધી ભારતે 1 વિકેટના નુકશાન પર 54 રન બનાવ્યા છે. રોહિત શર્મા 25 અને પુજારા 7 રન પર અણનમ ફર્યા. ભારતની લીડ 249 રનોની થઈ ગઈ છે. આજના દિવસમાં 15 વિકેટ પડ્યા હતા. જેમાંથી 4 વિકેટ ભારતની પ્રથમ ઈનિંગ અને બીજી ઈનિંગમાં એક વિકેટ પડી હતી. જ્યારે ઈંગ્લેન્ડની આખી ટીમ આજે આઉટ થઈ ગઈ.