Gujarat Exclusive > દેશ-વિદેશ > CAA વિરોધ વચ્ચે કોલકત્તા પહોંચેલા PM મોદીનો વિરોધ, Go Back Modi ના લાગ્યા નારા

CAA વિરોધ વચ્ચે કોલકત્તા પહોંચેલા PM મોદીનો વિરોધ, Go Back Modi ના લાગ્યા નારા

0
732

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે કોલકત્તા પહોંચ્યા છે, જ્યાં તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. વડાપ્રદાન મોદી કોલકતા પોર્ટ ટ્રસ્ટની 150મા સ્થાપના દિવસના ઉજવણી સહિત અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે પુન:નિર્મિત કરેલી 4 ઐતિહાસિક ઈમારતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. બીજી તરફ નાગરિક્તા કાયદાના વિરોધમાં SFIએ PM મોદીનો વિરોધ કર્યો અને Go Back Modiના સુત્રોચાર કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં PM મોદીના પ્રવાસ વિરૂદ્ધ સેંકડો પ્રદર્શનકારીઓ કોલકત્તા એરપોર્ટની બહાર એકઠા થયા અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રદર્શન કર્યું. યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ કોલકતા એરપોર્ટ બહાર મોદી વિરૂદ્ધ સુત્રોચાર કર્યા.

SFIના કાર્યકર્તાઓ જાદવપુર યુનિવર્સિટી, ગોલપાર્ક, કોલેજ સ્ટ્રીટ, હાથીબગાન અને એસ્પ્લેનેડ નજીક હાથોમાં પોસ્ટર લઈને એકઠા થયા હતા. જેના પર ફાસીવાદના વિરૂદ્ધ વિદ્યાર્થીઓ જેવા સુત્રો લખવામાં આવ્યા હતા.

ઈરાને સ્વીકાર્યું, માનવીય ચૂકના કારણે યુક્રેનનું વિમાન તોડી પાડ્યું