Gujarat Exclusive > દેશ-વિદેશ > PM નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતા

PM નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતા

0
81

ચેકબ્રાન્ડ નામની ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની નામના અહેવાલમાં આ માહિતી સામે આવી છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે કાયમ છે. તેના પાછળનું કારણ એ છે કે ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન ટ્વિટર, ગુગલ સર્ચ અને યુટ્યુબ જેવા માધ્યમ પર સૌથી વધુ ટ્રેન્ડ તેમનાથી જોડાયેલા રહ્યા.

ચેકબ્રાન્ડના અહેવાલમાં આ માહિતી સામે આવી છે. ચેકબ્રાન્ડ નામની ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની, સોશિયલ મીડિયા પર ટોચના 95 રાજકીય નેતાઓ તેમ જ આ વર્ષે ઓગસ્ટ અને ઓક્ટોબરની વચ્ચે ટોચના 500 પ્રભાવશાળી લોકોનું ઓનલાઇન એનાલિસિસ હાથ ધર્યું છે. તેણે અહેવાલના પ્રથમ આવૃત્તિ માટે 10 કરોડથી વધુ ઓનલાઇન મતોનું વિશ્લેષણ કર્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્લા ત્રિમાસિક ગાળામાં ટ્વિટર, ગુગલ સર્ચ અને યુટ્યુબ જેવા માધ્યમ પર સૌથી વધુ 2,171 ટ્રેન્ડ વડાપ્રધાન મોદી સાથે સંકળાયેલા હતા.

તે પછી આન્ધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડી સાથે 2,137 ટ્રેન્ડ સંકળાયેલા રહ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક મહત્વપૂર્ણ ટ્રેન્ડ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ જોડાયેલા રહ્યા. અહેવાલ મુજબ મોદી પાસે 70 બ્રાન્ડ સ્કોર હતો, જે નજીકના રાજકીય નેતાની સરખામણીમાં લગભગ બમણો છે.

આ પણ વાંચો: જોધપુર કોર્ટ આસારામ બાપૂની જામીન અરજી પર સુનાવણી કરશે

બ્રાન્ડ સ્કોર પાંચ માપદંડ પર આધારિત છે- ફોલોઅર્સ (20), ટ્રેન્ડ (10), સેન્ટિમેન્ટ (30), એન્ગેજમેન્ટ (20) અને મેન્સન્સ (20). ગૃહમંત્રી અમિત શાહનો સ્કોર 36.43 હતો, જ્યારે આસામના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈનો 31.8, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુનો 31.8 અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સ્કોર 27.03 હતો.

આસામના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરૂણ ગોગોઈનું સોમવારે અવસાન થયું છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર 40,000 વખત કરવામાં આવ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9