Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીના સંસદિય વિસ્તારમાં ABVPના સૂપડા સાફ

PM મોદીના સંસદિય વિસ્તારમાં ABVPના સૂપડા સાફ

0
62

કોંગ્રેસ અને સપાએ બાજી મારી PM Modi

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદિય વિસ્તાર વારાણસીમાં ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVPના સૂપડા સાફ થઇ ગયા છે. વારાણસીમાં સ્થિત મહાત્મા ગાંધી કાશી વિદ્યાલય વિદ્યાર્થી સંઘ ચૂટણીમાં એનએસયૂઆઈની ઐતિહાસિક જીત થઈ છે, આ ચૂંટણીમાં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI અને સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સંગઠનના પેનલને મોટી સફળતા મળી છે. PM Modi

એનએસયુઆઈએ અહીં ઉપાધ્યક્ષ, મહામંત્રી સહિત 6 પદો ઉપર કબ્જો કર્યો છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાં કુલ 8 શાખાઓ છે, જેમાંથી 6 પર એનએસયુઆઈ દ્વારા કબ્જો કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના સંદીપ પાલ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે, જ્યારે પ્રફુલ્લ પાંડે મહામંત્રી બન્યા છે. આ ઉપરાંત સપાના વિદ્યાર્થી એકમના વિમલેશ યાદવ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. PM Modi

વિજેતા ઉમેદવારોના નામ

વિમલેશ યાદવ પ્રમુખ (એસપી)

ઉપપ્રમુખ સંદીપ પાલ (NSUI)

મહામંત્રી પ્રફુલ્લ પાંડે (NSUI)

ગ્રંથાલય મંત્રી આશિષ ગોસ્વામી (સ્વતંત્ર)

વારાણસી પહેલાથી જ ભાજપ-આરએસએસનો ગઢ રહ્યો છે. ઊપરથી વડાપ્રધાનના સંસદિય વિસ્તાર હોવાના કારણે વારાણસી પર તમામની નજર રહેતી હોય છે. બનારસમાં હિન્દૂ ધાર્મિક સ્થળ હોવાના કારણે ભાજપને હંમેશા તેનો લાભ મળ્યો છે. પરંતુ RSS અને ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVPને બનારસમાં એક પણ બેઠક નથી મળી. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ છાત્ર સંઘના ચારેય પેનલમાંથી એક પણ બેઠક ABVP જીતી શક્યું નહીં. PM Modi

આ પણ વાંચો: જ્યારે નહેરૂએ કહ્યુ હતું, મારા અને પટેલના નામ પર સ્ટેડિયમના નામ રાખવામાં ના આવે

જે પ્રકારે સપા અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનોને આ ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત થઇ છે, તે આ બંને પાર્ટીઓ માટે ઉત્સાહજનક હોઇ શકે છે. યૂપીમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે, એવામાં દરેક ચૂંટણી રાજકીય સંદેશ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. PM Modi

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat