Gujarat Exclusive > દેશ-વિદેશ > India Toy Fair 2021: PM મોદીની અપીલ, રમકડામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે નિર્માતા

India Toy Fair 2021: PM મોદીની અપીલ, રમકડામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે નિર્માતા

0
38

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં India Toy Fair 2021ના ઉદ્દઘાટન પ્રસંગે કહ્યુ કે, આ આપણા બધા માટે આનંદની વાત છે કે આજે અમે દેશના પ્રથમ રમકડા મેળાની શરૂઆતનો ભાગ બનવા જઇ રહ્યા છીએ. આ માત્ર એક વ્યાપારિક અને આર્થિક કાર્યક્રમ નથી, આ દેશની વર્ષો જૂની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત કરવાની એક કડી છે. તમારા બધા સાથે વાત કરીને ખબર પડી કે આપણા દેશના રમકડા ઉદ્યોગમાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે. આ તાકાતને વધારવી, તેની ઓળખ વધારવી, આત્મનિર્ભર ભારત અભિયાનનો મોટો ભાગ છે.

India Toy Fair 2021નું આયોજન વર્ચુઅલ રીતે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી થશે. આ ડિઝિટલ પ્રદર્શનમાં 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 1000થી વધુ પ્રદર્શક પોતાના ઉત્પાદન બતાવશે. જેમાં પરંપરાગત ભારતીય રમકડા સાથે સાથે ઇલેકટ્રોનિક ટૉય, પ્લસ ટૉય, પઝલ તથા ગેમ્સ સહિત આધુનિક રમકડા બતાવવામાં આવશે. રમકડા મેળામાં રમકડા ડિઝાઇન અને ઉત્પાદક ક્ષેત્રમાં જાણીતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય વક્તા ચર્ચા કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આ કાર્યક્રમમાં એક એવો સ્ટેજ મળશે, જ્યા રમતની ડિઝાઇન, ઇનોવેશન, માર્કેટિંગ, પેકેઝિંગ સુધી ચર્ચા, પરિચર્ચા કરશે અને અનુભવ શેર કરશે. ટોય ફેર 2021માં તમારી પાસે ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઇકોસિસ્ટમ વિશે જાણવાની તક મળશે. અહી બાળકો માટે અનેક ગતિવિધિઓ પણ રાખવામાં આવી છે.

પીએમ મોદીએ ઉદ્દઘાટન દરમિયાન કહ્યુ કે આજે તે દેશના રમકડા બનાવનારાઓને અપીલ કરે છે કે તમે એવા રમકડા બનાવો જે પર્યાવરણ અને મનોવિજ્ઞાન બન્ને માટે સારા હોય, તેમણે કહ્યુ, “શું અમે આ પ્રયાસ કરી શકીએ છીએ કે રમકડામાં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ? એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ જેને રિસાઇકલ કરી શકીયે. રિયૂઝ અને રિસાઇકલિંગ જે રીતે ભારતીય જીવનશૈલીનો ભાગ રહ્યા છે, તે આપણા રમકડામાં પણ જોવા મળે છે. મોટાભાગના ભારતીય રમકડા પ્રાકૃતિક અને ઇકો-ફ્રેન્ડલી વસ્તુથી બને છે, તેમાં ઉપયોગ થતા રંગ પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે.”

ભારતીય રમકડામાં વિજ્ઞાનનો પાઠ

ભારતીય રમત અને રમકડાની આ ખુબી રહી છે કે તેમાં જ્ઞાન હોય છે, વિજ્ઞાન પણ હોય છે, મનોરંજન હોય છે અને મનોવિજ્ઞાન પણ હોય છે. ઉદાહરણ તરીકે ભમરડાને જ લઇ લો, જ્યારે બાળક ભમરડાથી રમવાનું શીખે છે તો ભમરડા રમત રમતમાં તેમણે ગ્રેવિટી અને સંતુલનનો પાઠ ભમાવે છે. વડાપ્રધાને કહ્યુ, તેવી રીતે જ ગુલાલથી રમતો બાળક પોટેન્શિયલ અને કાઇનેટિક એનર્જી વિશે બેઝિક્સ શીખવા લાગે છે. પઝલ ટોયથી રણનીતિક વિચાર અને સમસ્યાને સુલજાવવાનો વિચાર વિકસિત થાય છે. આ રીતે નવજાત બાળક પણ વાજાને ઘુમાવી ઘુમાવીને સર્કુલર મૂવમેન્ટને અનુભવે છે.”

પીએમ મોદીએ કહ્યુ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્લે-આધારિત અને ગતિવિધિ-આધારિત શિક્ષણ મોટા પાયે સામેલ કરવામાં આવ્યુ છે. આ એક એવી શિક્ષણ વ્યવસ્થા છે જેમાં બાળકમાં પહેલી અને રમતના માધ્યમથી તાર્કિક અને રચનાત્મક વિચાર વધે, તેની પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે.

નેશનલ ટોસ એક્શન પ્લાન તૈયાર- પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, હવે દેશે રમકડા ઉદ્યોગને 24 મુખ્ય ક્ષેત્રમાં દરજ્જો આપ્યો છે. નેશનલ ટોય એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 15 મંત્રાલય અને વિભાગને સામેલ કરવામાં આવ્યા છે જેથી આ ઉદ્યોગ પ્રતિયોગી બને, દેશ રમકડામાં આત્મનિર્ભર બને અને ભારતના રમકડા વિશ્વમાં પણ જાય. પીએમ મોદીએ કહ્યુ કે રમકડાના વિસ્તારમાં ભારત પાસે પરંપરા પણ છે અને ટેકનિક પમ છે, ભારત પાસે કોન્સેપ્ટ પણ છે અને સામર્થ્ય પણ છે.

આ પણ વાંચો: કેશોદમાં ભાજપને ફટકો, મતદાન પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપ્યું રાજીનામું

વડાપ્રધાને કહ્યુ કે, અમે દુનિયાને ઇકો-ફ્રેન્ડલી રમકડા તરફ પરત લઇ જવા માંગીએ છીએ, અમારા સોફ્ટવેર એન્જિનિયર કોમ્પ્યુટર ગેમ દ્વારા ભારતની વાર્તાઓને દુનિયા સુધી પહોચાડી શકે છે. જો આજે મેડ ઇન ઇન્ડિયાની ડિમાન્ડ છે તો આજે હેન્ડમેડ ઇન ઇન્ડિયાની માંગ પણ એટલી જ વધી રહી છે. આજે લોકો રમકડાને માત્ર એક પ્રોડક્ટના રૂપમાં જ નથી ખરીદતા પણ તે રમકડાથી જોડાયેલા અનુભવ સાથે પણ જોડાવા માંગે છે, માટે આપણે હેન્ડમેડ ઇન ઇન્ડિયાને પણ પ્રમોટ કરવાનું છે.

ભારતીય રમકડાનો જૂનો ઇતિહાસ- પીએમ મોદી

ભારતીય રમકડાના ઇતિહાસને લઇને પીએમ મોદીએ કહ્યુ, સિંધુ ઘાટી સભ્યતા, મોહનજો-દારો અને હડપ્પાના સમયમાં રમકડા પર પુરી દુનિયાએ રિસર્ચ કર્યુ છે. પ્રાચીન કાળમાં દુનિયાના યાત્રી જ્યારે ભારત આવતા હતા ત્યારે ભારતમાં રમતોને પણ શીખતા હતા અને પોતાની સાથે લઇને પણ જતા હતા. આજે જે શતરંજ દુનિયામાં એટલી લોકપ્રિય છે, તે પહેલા ચતુરંગ અથવા ચાદુરંગાના રૂપમાં ભારતમાં રમાતી હતી. આધુનિક લૂડો ત્યારે પચ્ચીસીના રૂપમાં રમાતી હતી. આપણા ધર્મગ્રંથોમાં પણ તમે જુવો, બાલ રામ માટે અલગ અલગ કેટલા રમકડાનું વર્ણન મળે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat