Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીએ ગુજરાત હાઈકોર્ટની ટપાલ ટિકિટ જારી કરી, કહ્યું- ‘દેશમાં 18,000થી વધુ કોર્ટ કૉમ્પ્યુટરાઈઝ થઈ’

PM મોદીએ ગુજરાત હાઈકોર્ટની ટપાલ ટિકિટ જારી કરી, કહ્યું- ‘દેશમાં 18,000થી વધુ કોર્ટ કૉમ્પ્યુટરાઈઝ થઈ’

0
80

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબિલી (Gujarat High Court Diamond Jubilee)  નિમિત્તે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  (PM Modi) દિલ્હીથી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ટપાલ ટિકિટ જારી કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદીએ (PM Modi) કહ્યું કે, દેશમાં 18,000થી વધુ કોર્ટે કોમ્પ્યુટરાઈઝ થઈ ચૂકી છે.

વડાપ્રધાન મોદીએ (PM Modi)  કહ્યું કે, લેજીસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલને આપવામાં આવેલી જવાબદારી બંધારણના પ્રાણવાયુ સમાન છે. આજે દેશવાસી ગર્વથી કહી શકે છે, દેશની ન્યાયપાલિકાએ બંધારણની પ્રાણવાયુની ભૂમિકા પુરા કર્તવ્યથી નિભાવી છે. ભારતના લોકતંત્ર અને ન્યાયપાલિકાએ મુશ્કેલીના સમયમાં પણ ભારતીય નાગરિકોના ન્યાયના અધિકારીને સુરક્ષિત રાખ્યું છે. Gujarat High Court Diamond Jubilee

આ પણ વાંચો: આણંદ: બોરસદના ડભાસી ગામે નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ, પોલીસનો લાઠીચાર્જ  Gujarat High Court Diamond Jubilee

ગુજરાત હાઇકોર્ટની કામગીરીની પ્રશંશા કરતા વડાપ્રધાન મોદીએ (PM Modi)  કહ્યું કે, કોરોના લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ શરૂઆત કરી હતી અને બાદમાં તેનું યૂ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરનારી દેશની પ્રથમ હાઇકોર્ટ બની હતી. વડાપ્રધાન મોદીએ (PM Modi)  કહ્યું કે, ગુજરાતમાં ઇવનિંગ કોર્ટની પણ શરૂઆત કરી હતી. આટલું જ નહીં, કોવિડ મહામારીના સમયમાં ઈ-લોક અદાલત યોજી ન્યુ નોર્મલનો ઉદાહરણ પૂરું પાડ્યું છે.

PM મોદીએ (PM Modi) કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીમાં ઈ-મેઈલ માય કેસ સ્ટેટ્સ, ઈ-ફાઈલિંગ જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કાયદા પ્રધાન, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અને ચીફ જસ્ટિસ વિક્રમનાથ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન કાયદા વિભાગ સાથે સંકળાયેલા વ્યક્તિઓ વીડિયો કોન્ફરન્સિંગથી પણ હાજર રહ્યાં હતાં. Gujarat High Court Diamond Jubilee

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat