દારુના નશામાં એક યુવકે પોલીસને ફોન કરી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફોન આવતાની સાથે જ પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી અને ધમકી આપનાર શખ્સની તપાસ હાથ ધરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા હતા અને નશામાં ચકચુર આરોપીની પુછપરછ હાથ ધરી હતી.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, એક 35 વર્ષીય પિન્ટુ સિંહ નામના યુવકે દારુના ફુલ નશામાં ચકચુર હાલતમાં પોલીસને ફોન કરી પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવક સુથારી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તે દિલ્હીના સારગપુરમાં આવેલા કૈલાશપુરીમાં રહે છે. જો કે, યુવકના પરિવારજનોએ જણાવ્યું છે હતુ કે, તેને નશો કરવાની ઘણી ખરાબ આદત છે અને તે નશામાં ગમે તે બોલ્યા કરે છે. જેથી તેણે નશાની હાલતમાં પોલીસને ફોન કરી પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી અને તેણે પીએમ મોદીને મારવા માટે 30 કરોડ રુપિયાની સોપારી પણ આપવાની વાત કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ શખ્સની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ત્યાં મનોચિકિત્સકની દેખરેખ હેઠળ તે સારવાર લઈ રહ્યો છે. તે પરણેલો પણ છે અને દારૂના રવાડે ચડી ગયો હતો. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.