વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ અમદાવાદ આવશે, ઝાયડસના પ્લાન્ટનું નિરીક્ષણ કરશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી નવેમ્બરે (PM Modi news) અમદાવાદ આવવાના છે. અમદાવાદ તેઓ ઝાયડસના પ્લાન્ટનું નિરીક્ષણ કરવાના છે. ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની રસી ઝાયકોવ-ડીનું ઉત્પાદન થઈ રહ્યું છે. માનવામાં આવે છે કે વડાપ્રધાન આ અંગેની રસી અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે તેમ મનાય છે.
આ પણ વાંચોઃ એક દેશ એક ચૂંટણી ભારતની જરૂરિયાત, દેશ તેના પર મંથન કરેઃ નરેન્દ્ર મોદી
ઝાયડસે (PM Modi news) પણ વેક્સિનના મોરચે સાધેલી પ્રગતિ અંતિમ તબક્કામાં પહોંચી છે. વડાપ્રધાન મોદીના અમદાવાદના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આમ વડાપ્રધાન ગુજરાતથી જ રસી અંગે મોટી જાહેરાત કરી તેવી સંભાવના છે. વડાપ્રધાનના કાર્યક્રમની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.