Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના પર ચર્ચા: આજથી PM મોદીની 2 દિવસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ડિજિટલ બેઠક

કોરોના પર ચર્ચા: આજથી PM મોદીની 2 દિવસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ડિજિટલ બેઠક

0
250

• આજે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા
• દેશમાં કોરોનાનું સંકટ વકર્યું, હવે આગળ શું?
• લૉકડાઉન બાદ PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠી બેઠક

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના વધતા જતાં કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને કાલે એમ બે દિવસ સુધી દેશના અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવાના છે. PM મોદી આજે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે વાતચીત કરશે. આ બેઠક બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે.

આજે ક્યા-ક્યા રાજ્યો લેશે ભાગ?
આજે થનારી બેઠકમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી અને દમણ દીવ, સિક્કિમ, લક્ષદ્વિપ જેવા પ્રદેશો સામેલ થશે.

આવતી કાલે ક્યા રાજ્યોનો વારો
PM મોદી બુધવારે 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જમ્મુ-કાશ્મીરના ગવર્નર સાથે વાતચીત કરશે. આ 15 રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને ઓડિશા છે.

આ પણ વાંચો-  સુશાંત સિંહ આત્મહત્યા કેસ: બોલિવૂડમાં દુશ્મનીના એંગલ પર પણ થશે તપાસ

દેશમાં કોરોના વાઈરસના વધતા જતાં સંક્રમણને પગલે બે દિવસોની ડિજિટલ બેઠક થવા જઈ રહી છે. ભારતમાં સોમવારે કોરોના વાઈરસના 11 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.32 લાખ પહોંચી ગઈ છે. જ્યારે વધુ 325 લોકોના મરણ સાથે જ મૃતકોની સંખ્યા 3520 પર પહોંચી ચૂકી છે.

દેશમાં અનલૉક-1 અંતર્ગત લોકોને કેટલીક છૂટ આપવામાં આવી છે. જેથી લૉકડાઉનના કારણે પ્રભાવિત અર્થ તંત્ર ફરીથી પાટા પર આવી શકે. અગાઉ શનિવારે વડાપ્રધાન મોદીએ કોરોના મહામારીના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં તેના સંક્રમણના ફેલાતો રોકવા માટે લેવાયેલા પગલા અને હાલની સ્થિતિના મેનેજમેન્ટના રોડમેપની સમીક્ષા કરી હતી.

જણાવી દઈએ કે, મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની આ છઠ્ઠી વખત વાતચીત થઈ રહી છે. અગાઉ આ પ્રકારની બેઠક 11-મેના રોજ થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેં મહિનાના અંતમાં લોકડાઉન 4 સમાપ્ત થયા પહેલા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાટાઘાટો કરી હતી.

કોરોનાની સારવાર માટે હોસ્પિટલે દર્દીને પકડાવ્યુ 8.14 કરોડનું બિલ