Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > PM મોદી ગુજરાતમાં ત્રણ યોજનાઓનું કરશે ઈ-લોકાર્પણ, ખેડૂતો માટે ખુશ ખબર

PM મોદી ગુજરાતમાં ત્રણ યોજનાઓનું કરશે ઈ-લોકાર્પણ, ખેડૂતો માટે ખુશ ખબર

0
83
  • ‘કિસાન સૂર્યોદય યોજના’થી ખેડૂતોને થશે ફાયદો
  • 2.3 કિલોમીટર લાંબી ગીરનાર રોપ-વે પાછળ 130 કરોડ રૂપિયાનો ખર્ચ
  • બાળ હ્રદયરોગ સબંધી દેશની પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ગુજરાતમાં

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે ગુજરાતમાં ત્રણ મુખ્ય યોજનાઓનું (Government Projects In Gujarat) વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી લૉન્ચ કરવાના છે. જેમાંથી એક ગુજરાતના ખેડૂતો માટે “કિસાન સૂર્યોદય યોજના” (Kisan Suryoday Yojana) શરૂ કરવાના છે. આ સિવાય વડાપ્રધાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil) યુએન મેહતા ઈન્સ્ટીટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી એન્ડ રિસર્ચ સેન્ટરની સાથે પીડિયાટ્રીક હાર્ટ હોસ્પિટલ અને ટેલી-કાર્ડિયોલૉજી માટે એક મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ધાટન કરવાના છે. આ ઉપરાંત ગિરનારમાં એક રોપ-વે (Girnar Rope Way) યોજનાનું પણ ઉદ્ધાટન કરશે.

શું છે કિસાન સૂર્યોદય યોજના?
ગુજરાત સરકારે સિંચાઈ માટે દિવસના સમયે વીજ પૂરવઠો પૂરો પાડવાના હેતુથી તાજેતરમાં જ કિસાન સૂર્યોદય યોજનાની (Kisan Suryoday Yojana) શરૂઆત કરી છે. જે અંતર્ગત ખેડૂતોને સવારે 5 કલાકથી રાત્રે 9 વાગ્યે સુધી વીજળી સપ્લાય કરવાની જોગવાઈ છે.

રાજ્ય સરકારે 2023 સુધી આ યોજના (Government Projects In Gujarat) અંતર્ગત ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે 3500 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. આ યોજના અંતર્ગત 220 કિલોવૉટ ક્ષમતા ધરાવતા સબ સ્ટેશન સાથે જ 3490 સર્કિટ કિલોમીટર લાંબી K-234 કિલોવોટ ક્ષમતા ધરાવતી ટ્રાન્સમિશન લાઈનો લગાવવામાં આવશે.

2020-21 માટે દાહોદ, પાટણ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, તાપી, વલસાડ, આણંદ અને ગીર-સોમનાથ જિલ્લાને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે બાકી બચેલા અન્ય જિલ્લાઓને 2022-23 સુધી તબક્કાવાર કવર કરવામાં આવશે.

ગીરનાર પર્વત પર રોપ-વે
વડાપ્રધાન (PM Modi) દ્વારા ગીરનાર પર્વત પર રોપ-વેનું (Girnar Rope Way) ઉદ્ઘાટન કરવામાં આવશે. જેની શરૂઆત સાથે જ ગુજરાત એક વૈશ્વિક પર્યટન સ્થળના નક્શા પર ઉભરી આવશે. શરૂઆતમાં તેમાં 8 લોકોને લઈ જવાની ક્ષમતા ધરાવતી 25-30 કેબિન હશે. આ રોપ-વેમાં 2.3 કિલોમીટરનું અંતર માત્ર 7.5 મિનિટમાં કવર કરવામાં આવશે.

પ્રવાસીઓ આ રોપવેમાં મુસાફરી કરતાં સમયે ગીરનાર પર્વતની સાથે આસપાસના પ્રાકૃતિક સૌદર્યના દર્શન પણ કરી શકશે. આ રોપ-વે થકી દર કલાકે 800 પેસેન્જરોને લઈ જઈ શકાશે. આ પ્રોજેક્ટ (Government Projects In Gujarat) 130 કરોડ રૂપિયાના ખર્ચે પૂરો થયો છે.

ટેલી-કાર્ડિયોલૉજી માટે મોબાઈલ એપ
વડાપ્રધાન મોદી (PM Modi) યુએન મેહતા ઈન્સ્ટીટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી એન્ડ રિસર્ટ સેન્ટર સાથે જોડાયેલ પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરશે. આ સાથે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટેલી-કાર્ડિયોલૉજી માટે એક મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરશે. યુએન મેહતા ઈન્સ્ટીટ્યૂટ વિશ્વની એવી પસંદગી હોસ્પિટલમાંથી એક છે, જે વિશ્વસ્તરીય સ્વાસ્થ્ય સુવિધાથી સજ્જ છે.

યુએન મેહતા ઈન્સ્ટીટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજીનો 470 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે બાદ અહીં બેડની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે. આ સંસ્થા દેશની સૌથી મોટા સુપર સ્પેશિયાલિટી કાર્ડિયક શિક્ષણ સંસ્થા પણ બની જશે. જે વિશ્વની સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલોમાંથી એક હશે.

આ પણ વાંચો: US Election 2020: કેવી રીતે ચૂંટાય છે દુનિયાનો સૌથી શક્તિશાળી શખ્સ?

આ સંસ્થાની ઈમારત ભૂકંપ રોધી બનાવામાં આવી છે. જેમાં ફાયર મિસ્ટ સિસ્ટમ જેવી સુરક્ષા સુવિધા આપવામાં આવી છે. આ સેન્ટરમાં દેશનું પ્રથમ એવું એડવાન્સ કાર્ડિયાક ICU હશે, જે વેન્ટીલેટર, IABP, હેમોડાયલિસિસ, ECMO વગેરે સુવિધાઓથી સજ્જ હશે. આ સંસ્થામાં 14 ઓપરેશન સેન્ટર અને 7 કાર્ડિયાક કૈથીટેરાઈજેશન લેબ પણ શરૂ કરવામાં આવશે.