Gujarat Exclusive > દેશ-વિદેશ > શાહની રાજનીતિ ઉપર ભારે પડી PM મોદીની લોકપ્રિયતા, સર્વેમાં થયા ચોંકાવનાર ખુલાસા

શાહની રાજનીતિ ઉપર ભારે પડી PM મોદીની લોકપ્રિયતા, સર્વેમાં થયા ચોંકાવનાર ખુલાસા

0
20064

ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2019ની  લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દમદાર છબીના કારણે જીતી છે. તે ઉપરાંત મોદી સરકારે પાછલા કાર્યકાળની ઉપલબ્ધિઓ અને બાલાકોટ સ્ટ્રાઈકે પણ ચૂંટણી જીતાડવામાં મહત્તવપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આનો ઈન્ડિયા ટૂડે-કાર્વી ઈનસાઈટના ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વેમાં ખુલાસો થયો છે.  સર્વે દેશના 19 રાજ્યોના 97 સંસદીય મતવિસ્તોરોમાં ચૂંટણીના પરિણામના થોડા જ દિવસો પછી કરાવવામાં આવ્યો. આ દરમિયાન 12 હજાર 126 લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો. 

સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યુ કે નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી એનડીએને ભારે બહુમતીથી જીત મેળવી તેના પાછળ ક્યો કારણ છે?  આ પ્રશ્નના જવાબમાં 35 ટકા લોકોએ માન્યું કે પીએમ મોદીની દમદાર નેતા વાળી છબી સૌથી પ્રભાવી કારણ રહ્યો છે.  એટલે કે 65 ટકા લોકોએ આ તર્કને ફગાવી દીધુ છે. સર્વે અનુસાર 16 ટકા લોકોનું માનવુ હતુ કે, પુલવામા હુમલા પછી પાકિસ્તાન પર કરવામાં આવેલ બાલાકોટ સ્ટ્રાઈકે પણ બીજેપીના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

સર્વેંમાં સૌથી ઓછું 5 ટકા લોકોએ માન્યુ કે બીજેપીના અધ્યક્ષ અમિત શાહની રણનીતિના કારણે વિજયી બન્યા. 11 ટકા લોકોએ બીજેપી અને એનડીએના વિજય માટે મોદી સરકારના કાર્યને શ્રેય આપ્યુ. તે સિવાય 8 ટકા લોકોએ માન્યુ કે બીજેપીએ બધા જ મીડિયા પ્લેટફોર્મ ઉપર સારી પકડ બનાવી હતી, તેથી તેમની જીત થઈ. સર્વેમાં 7 ટકા લોકોએ માન્યું કે બીજેપી ચુંટણીમાં રાષ્ટ્રવાદના મુદ્દાને લીધો જેથી તેના પક્ષમાં વોટ પડ્યા.

મૂડ ઓફ ધ નેશન સર્વેમાં 6 ટકા લોકોએ માન્યુ કે પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ કેમ્પેન ‘મેં ભી ચોકીદાર’ પણ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ત્ સિવાય 5 ટકા લોકો માન્યુ કે સહયોગી પાર્ટીને સાથે લઈને ચાલવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

પછાત વર્ગની વાતો કરનારી મોદી સરકારમાં 95 ટકા કાર્યભાર બ્રાહ્મણો પાસે