Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાત: દેશની સૌથી લાંબી ગિરનાર રોપ-વેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

ગુજરાત: દેશની સૌથી લાંબી ગિરનાર રોપ-વેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

0
172
  • ગિરનાર આવતા પ્રવાસીઓ હવે વાદળો સાથે કરશે વાત Girnar Ropeway
  • હવે અંબા માતાના દર્શને આવતા માઈભક્તોને નહીં ચડવા પડે 5 હજાર પગથિયાં Girnar Ropeway

ગાંધીનગર: ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર વિશ્નની સૌથી લાંબી રોપ-વેનું (Girnar Ropeway) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) હસ્તે ઓનલાઈન ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. હવે અંબા માતાના દર્શન માટે આવતા માઈભક્તોને 5 હજાર પગથિયા નહીં ચડવા પડે. રોપ-વેમાં સવાર થઈને તેઓ થોડી મિનિટોમાં જ ગિરનારની તળેટીથી મંદિરના પ્રવેશદ્વારે પહોંચી શકશે. Girnar Ropeway

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી અને વિશ્વનું સૌથી વિશાળ મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ઓશિયાની સૌથી લાંબી રોપ-વે (Girnar Ropeway) તૈયાર કરવામાં આવી છે. જેની લંબાઈ 168 મીટર છે. 67 મીટર ઊંચા ટાવર મારફતે રોપ-વેની ટ્રોલી ગિરનાર પર્વતની તળેટીથી સીધી જ અંબાજી મંદિર સુધી પહોંચશે. એક કલાકમાં 800 લોકોને અહીં સુધી લઈ જઈ શકાશે.

એક ટ્રોલીને 2.3 કિલોમીટરનું અંતર કાપવામાં માત્ર 8 મિનિટ જ લાગશે. રોપ-વેનો (Girnar Ropeway) સૌ પ્રથમ વિચાર વર્ષ 1958માં રાજરન કાળીદાશ શેઠને આવ્યો હતો. જે બાદ વર્ષ 1968માં તેને મંજૂરી મળી ગઈ હતી, પરંતુ કોઈ અગમ્ય કારણોસર કામ શરૂ થઈ શક્યું નહતું.

1983માં જૂનાગઢ જિલ્લા કલેક્ટરે રાજ્યના પ્રવાસન વિભાગને આ અંગેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ગુજરાત વિધાનસભામાં રોપ-વે પ્રોજેક્ટનો (Girnar Ropeway) પ્રશ્ન પ્રથમ વખત તત્કાલીન ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ 1990માં ઉઠાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ પ્રોજેક્ટ (Girnar Ropeway) પર કામ આગળ વધ્યું. વન વિભાગની જમીન પર્યટન વિભાગને સોંપવામાં આવી અને 16 માર્ચ, 2007ના રોજ જમીન સંપાદનનું કામ પુરુ થઈ ગયું.

ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે, 2007ના રોજ મોદીએ ગુજરાત ગૌરવ દિવસ મનાવતા રોપ-વેનો (Girnar Ropeway) શિલાન્યાસ કર્યો હતો. ટેક્નીકલ સમસ્યાના પગલે રાજ્ય સરકારે બાદમાં આ પ્રોજેક્ટનું કામ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદની કંપની ઉષા બ્રેકો લિમિટેડને સોંપી દીધુ અને ઑસ્ટ્રિયાના એન્જિનિયરોની મદદથી રોપ-વેનું કામ ઝડપથી આગળ વધ્યું. અંદાજે 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ એશિયાની સૌથી લાંબી રોપ-વે આજે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ વિધિવત શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: દીવાળી પહેલા PM મોદીની ગુજરાતના ખેડૂતોને ગિફ્ટ, ‘કિસાન સૂર્યોદય યોજના’ લૉન્ચ

કેવી રીતે યોજના થઈ મંજૂર? Girnar Ropeway
31 મે 2008ના ગિરનારને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું. જે બાદ આખો કેસ રાજ્ય સરકારના હાથમાંથી નીકળીને કેન્દ્ર સરકારના હસ્તક જતો રહ્યો. 20-21 ડિસેમ્બર, 2010ના સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફબોર્ડની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો રોપ-વે(Girnar Ropeway)ની સંભાવનાઓ તપાસવા માટે ગિરનાર આવ્યા અને ગીદ્ધો માટે જોખમી ગણાવતો પોતાનો રિપોર્ટ કેન્દ્રને સોંપ્યો હતો.

1 ડિસેમ્બર 2010 ના રોજ સાંસદ ભાવના ચિખલિયા અને સર્વોદય નેચર ક્લબના અમૃત દેસાઈ કેન્દ્ર સરકારના તત્કાલીન વન મંત્રી જયરામ રમેશને મળ્યા અને રોપ-વેની મંજૂરી માટે ચર્ચા કરી હતી. જે બાદ વનમંત્રી જયરામ રમેશ જ્યારે જૂનાગઢ આવ્યા, ત્યારે ફરીથી આ તમામ લોકોએ તેમની સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આખરે કેન્દ્રીય વાઈલ્ડ લાઈફ બોર્ડે તેની મંજૂરી આપી દીધી હતી.

જણાવી દઈએ કે, ગુજરાતમાં આ પહેલા અંબાજી મંદિરમાં 1998થી, પાવાગઢમાં 1986થી સાપુતારામાં એક પ્રાઈવેટ રોપ-વે કાર્યરત છે. ગિરનાર રોપ-વે (Girnar Ropeway) પર રાજ્યની ચોથી રોપ-વે શરૂ થઈ ગઈ છે. જે સિમેન્ટ અને સ્ટીલથી બનેલા 9 સપોર્ટ ટાવર
પર ટકેલી હશે.

જેના પર લગાવવામાં આવેલ કેબલની સાઈઝ 50 એમએમ છે અને સમગ્ર રોપ-વેની લંબાઈમાં બે સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. 8 લોકોને બેસવાની ક્ષમતા ધરાવતી 25 ટ્રોલિઓ અહીં લગાવવામાં આવી છે. જેમાં દર કલાકે 800 મુસાફરોને મંદિર સુધી પહોંચાડવામાં આવશે. આમ એક દિવસમાં અંદાજે 8 હજાર યાત્રીઓ રોપ-વેમાં બેસવાનો આનંદ માણી શકશે.

.