Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીના હસ્તે ગુજરાતનાં 3 પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ, ગિરનાર રોપ-વે ખુલ્લો મૂકાયો

PM મોદીના હસ્તે ગુજરાતનાં 3 પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ, ગિરનાર રોપ-વે ખુલ્લો મૂકાયો

0
106

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે એશિયાનો 2.3 કિલોમીટર લાંબા ગિરનાર રોપ વેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીથી ઈ-લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી રોપ-વેમાં બેસીને ગિરનાર પર જશે અને ત્યાં અંબાજી મંદિરે શિશ ઝુકાવી માતાના આશીર્વાદ મેળવશે. pm modi inaugurates

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં છે. ગિરનારમાં રોપ વે, યુ.એન.મહેતામાં હાર્ટ હોસ્પિટલ અને ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સર્વોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. pm modi inaugurates

એશિયાના સૌથી મોટા રોપ-વેનો PM મોદીના હસ્તે પ્રારંભ

આજે એશિયાના સૌથી મોટા રોપ-વેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જા મંત્રી પણ જૂનાગઢ ખાતે હાજર રહ્યાં છે. આ સાથે હવે ખેડૂતોને પિયત માટે દિવસે પણ વીજળી મળી રહેશે. એટલે કે ખેડૂતોને રાત્રીના ઉજાગરા નહીં કરવા પડે. pm modi inaugurates

 

યુ.એન.મહેતામાં હાર્ટ હોસ્પિટલ

અત્રે ઉલ્લેખનીય છે કે હવે આ હોસ્પિટલમાં નવી 800 પથારી વધારવામાં આવી છે. આ સાથે જ નાના બાળકોનાં હ્રદયની સારવાર માટે નવીન આધુનિક હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયું છે. વડાપ્રધાને દિલ્હીથી આનું ઇ-લોકાર્પણ કર્યું છે. આ ઉદ્ધાટન સમયે નીતિન પટેલ અને કૌશિક પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં હાજર રહ્યાં.