Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વાવાઝોડાની અસરને લઈ PM મોદીએ CM રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી

વાવાઝોડાની અસરને લઈ PM મોદીએ CM રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી

0
743

કોરોના વાયરસની મહામારી બાદ ગુજરાત પર હવે વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં હાલ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી.વાતચીત દરમિયાન તેમણે ગુજરાત પર આવેલી રહેલા સંભવિત વાવાઝોડાની આફત સામે રાજ્ય સરકારે કરેલા અગોતરા આયોજન અને પગલાઓની વસ્તૃત જાણકારી મળેવી હતી.

ત્યારે પીએમ મોદીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પીએમઓ ઇન્ડિયા પર ટ્વિટ કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારે લીધેલા પગલાઓથી સંતોષ વ્યક્ત કરી આ સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતને કેન્દ્ર સરકારની તમામ મદદની ખાતરી આપી હતી.

ગુજરાતનાં માથેથી સંકટ ટળ્યું, વાવાઝોડું મહારાષ્ટ્રનાં અલીબાગ અને દમણ વચ્ચે ટકરાશેઃ

હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પર મંડરાઇ રહેલું સંકટ એટલે કે નિસર્ગ વાવાઝોડું કે જે ગુજરાતનાં દરિયાકિનારાનાં વિસ્તારો પર ટકરાવા જઇ રહ્યું હતું. પરંતુ તેને લઇને ગુજરાત માટે મોટા રાહતનાં સમાચાર સામે આવ્યાં છે. અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થવાની સંભાવના દેખાઇ રહી છે. પરંતુ હવામાન વિભાગે હવે આ વાવાઝોડાંને લઇ ગુજરાત માટે રાહતનાં સમાચાર આપતાં જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હવે વાવાઝોડું નહીં ટકરાય, ગુજરાત પરથી વાવાઝોડાંનું સંકટ ટળી ગયું છે.

આ વાવાઝોડું હવે મહારાષ્ટ્રનાં અલીબાગમાં ટકરાશે. દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિ.મીની ઝડપે આ વાવાઝોડું ટકરાશે. જો કે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, વાવાઝોડાંની અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે નહીં પરંતુ ભારે વરસાદ થઇ શકે છે.

ગુજરાતનાં માથેથી સંકટ ટળ્યું, વાવાઝોડું મહારાષ્ટ્રનાં અલીબાગ અને દમણ વચ્ચે ટકરાશેઃ હવામાન વિભાગ